West Bengal Election 2021: મમતાએ કહ્યું મારું ગોત્ર શાંડિલ્ય, તો ઓવૈસી બોલ્યા- 'મારા જેવાનું શું જે જનોઈધારી નથી"

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ પોતાનું ગોત્ર જણાવ્યા બાદ ભાજપ સહિત તમામ પક્ષો નિશાન સાધી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા  બેનર્જી પર નિશાન સાધ્યું છે. 
West Bengal Election 2021: મમતાએ કહ્યું મારું ગોત્ર શાંડિલ્ય, તો ઓવૈસી બોલ્યા- 'મારા જેવાનું શું જે જનોઈધારી નથી"

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ પોતાનું ગોત્ર જણાવ્યા બાદ ભાજપ સહિત તમામ પક્ષો નિશાન સાધી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા  બેનર્જી પર નિશાન સાધ્યું છે. 

શું છે મામલો?
હકીકતમાં એક સભા દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ કહ્યું કે 'મે મંદિરની મુલાકાત લીધી, જ્યાં પુજારીએ મારું ગોત્ર પૂછ્યું. મેં કહ્યું મા, માટી, માનુષ. તે મને ત્રિપુરાના ત્રિપુરેશ્વરી મંદિરની યાદ અપાવે છે. જ્યાં પુજારીએ મને મારું ગોત્ર પૂછ્યું અને મે મા, માટી માનુષ કહ્યું હતું. વાસ્તવમાં હું શાંડિલ્ય છું.' મમતાના આ નિવેદન બાદથી તેઓ રાજકીય પક્ષોના નિશાને છે. 

મારા જેવા લોકોનું શું?
મમતા દ્વારા ગોત્ર જણાવવામાં આવતા AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ કહ્યું કે  'મારા જેવા લોકોનું શું થવું જોઈએ? જે ન તો શાંડિલ્ય છે કે ન તો જનોઈધારી. ઓવૈસીએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમારા જેવા લોકો જે કોઈ એક ભગવાનના ભક્ત પણ નથી, ન તો અમે ચાલીસા વાંચીએ છીએ કે ન તો એક માર્ગ પર ચાલીએ છીએ. તેમનું શું થશે? દરેક પાર્ટીને એવું લાગે છે કે તેણે જીતવા માટે હિન્દુ કાર્ડ દેખાડવું પડશે. આ અનૈતિક, અપમાનજનક છે અને તે સફળ થવું મુશ્કેલ છે.'

— ANI_HindiNews (@AHindinews) March 30, 2021

ભાજપે સાધ્યું નિશાન
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનર્જી પર નિશાન સાધ્યું અને કહ્યું કે મમતા બેનર્જીને હવે હારનો ડર સતાવી રહ્યો છે. આથી તેઓ ગોત્ર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે 'મારે તો ક્યારેય ગોત્ર બતાવવાની જરૂર પડી નથી. હું લખું છું. પરંતુ મમતા બેનર્જી ચૂંટણી હારવાના ડરથી ગોત્ર જણાવે છે. મમતા બેનર્જી હવે તમે મને એક વાત જણાવો કે ક્યાંક રોહિંગ્યા અને ઘૂસણખોરોનું ગોત્ર પણ શાંડિલ્ય તો નથી ને. તેમનું હારવું નક્કી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news