Corona: કોરોનાએ ભારે કરી...ભારતના આ શહેરમાં લાગ્યું દુનિયાનું સૌથી મોટું 100 વર્ષનું લોકડાઉન

કોરોના વાયરસે તો હવે ભારે કરી નાખી છે. ભારતના આ ધમધમતા શહેરમાં દુનિયાનું સૌથી મોટું 100 વર્ષનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે. વિગતો જાણીને છક થશો. 

Corona: કોરોનાએ ભારે કરી...ભારતના આ શહેરમાં લાગ્યું દુનિયાનું સૌથી મોટું 100 વર્ષનું લોકડાઉન

કર્ણ મિશ્રા/જબલપુર: મધ્ય પ્રદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની સાથે લોકડાઉન પણ અનેક જિલ્લાઓમાં લાગી ચૂક્યું છે. પરંતુ આ બધા વચ્ચે દુનિયાના સૌથી મોટા 100 વર્ષના લોકડાઉનનો આદેશ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ આદેશ જબલપુર બરગીના નાયબ તહસીલદારે બહાર પાડ્યો છે. જેમાં 100 વર્ષ માટે લોકડાઉનનો આદેશ તેમના હસ્તાક્ષરથી બહાર પડ્યો છે. 

100 વર્ષનું લોકડાઉન
અત્રે જણાવવાનું કે તહસીલદારના આદેશપત્રમાં 3 એપ્રિલ 2021થી 19 એપ્રિલ 2121 સુધી લોકડાઉન રાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. જેના પર નાયબ તહસીલદાર સુષમા ધુર્વેએ સીલ સાથે હસ્તાક્ષર પણ કર્યા છે. આદેશનો આ પત્ર હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આદેશ મુજબ 3 એપ્રિલ રાત્રે 10 વાગ્યાની સાથે જ લોકડાઉન પ્રભાવી થવાની વાત કરવામાં આવી છે. પરંતુ 19 એપ્રિલ 2121થી સમસ્ત ગતિવિધિઓના ફરીથી સંચાલનની પણ વાતનો ઉલ્લેખ કરાયો છે. 

આ રીતે અપાઈ ગયો આદેશ
જો કે તમારે ચિંતિત થવાની જરૂર નથી. આ વાતને સરળતાથી એ રીતે સમજી શકાય છે કે આ આદેશ ભૂલથી અપાઈ ગયો છે એટલે કે પત્રમાં ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. પરંતુ આ મહત્વપૂર્ણ આદેશપત્ર પર થયેલી ટાઈપિંગ મિસ્ટેકને બાજુ પર મૂકીને એક પ્રશાસનિક અધિકારી દ્વારા સીલ હસ્તાક્ષર કરી આદેશ બહાર પાડવાને લઈને મોટો સવાલ ઊભો થાય છે. 

સંક્રમણ સતત વધી રહ્યું છે
અત્રે જણાવવાનું કે જબલપુર શહેરમાં શનિવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 32 કલાકનું લોકડાઉન લગાવાયું છે. લોકડાઉનમાં ખાનગીઅને શાસકીય સંસ્થાઓ, દુકાનો, હોટલ, પ્રતિષ્ઠાન, અને તમામ સામાન્ય અવરજવર પ્રતિબંધિત રહેશે. રવિવારે શહેરની દારૂની દુકાનો બંધ રહેશે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news