Corona Update: ખતરનાક બની રહી છે કોરોનાની બીજી લહેર, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી બેઠક

ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ એકવાર ફરીથી પ્રચંડ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા  93,249 દર્દીઓ નોંધાયા છે. 

Updated By: Apr 4, 2021, 11:37 AM IST
Corona Update: ખતરનાક બની રહી છે કોરોનાની બીજી લહેર, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી બેઠક
ફાઈલ ફોટો

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ એકવાર ફરીથી પ્રચંડ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારો ચિંતાતૂર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા  93,249 દર્દીઓ નોંધાયા છે. જે છેલ્લા લગભગ 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ દરમિયાન 513 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે 4 ડિસેમ્બર બાદ પહેલીવાર આટલો મોટો આંકડો નોંધાયો છે. આ સાથે જ એકવાર ફરીથી દૈનિક કોરોના કેસ મામલે ભારત દુનિયામાં પહેલા નંબરે પહોંચી ગયું. શુક્રવારે લગભગ 89 હજાર નવા કેસ સામે આવ્યા હતા. જે દુનિયામાં સૌથી વધુ હતા. ત્યારબાદ અમેરિકા (70,024), અને બ્રાઝિલ(69,662) નો નંબર હતો. 

એક જ દિવસમાં 93 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) ના વાયરસના નવા  93,249 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,24,85,509 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,16,29,289 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 6,91,597 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી 513 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મોતનો આંકડો 1,64,623 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 7,59,79,651 લોકોને રસી આપવામાં આવી છે. 

પીએમ મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરની બેઠક
કોરોનાની જે હદે સ્થિતિ બેકાબૂ બની છે તેને જોતા પીએમ મોદીએ એક હાઈ લેવલની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, સ્વાસ્થ્ય સચિવ, ડો. વિનોદ પોલ સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે. બેઠકમાં કોરોના સંબંધિત મુદ્દાઓ, રસીકરણની સમીક્ષા થઈ રહી છે. 

ત્રણ ગણી ઝડપથી વધી રહી છે કોરોનાની નવી લહેર
ભારતમાં કોરોના (Corona Second Wave) ની નવી લહેર ત્રણ ગણી ઝડપથી વધી રહી છે. બીજી લહેરમાં એક દિવસમાં કેસ 20 હજારથી 80 હજાર સુધી પહોંચવામાં માત્ર 20 દિવસ લાગ્યા. ગત વર્ષે પહેલી લહેર દરમિયાન 64 દિવસ લાગ્યા હતા. દેશમાં શુક્રવારે કોરોનાના નવા 89 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને તે ગત વર્ષના ઓલ ટાઈમ હાઈથી માત્ર 9 હજાર જેટલા ઓછા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે તેમાંથી 81.42 ટકા કેસ 8 રાજ્યોમાંથી છે. સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. 

Maharashtra માં કોરોના વિસ્ફોટ, 49 હજારથી વધુ નવા કેસ
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસ (Maharashtra Corona News) ના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 49 હજાર 447 નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 277 દર્દીઓના મૃત્યુ થયા છે. આ નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 29 લાખ 53 હજાર 523 સુધી પહોંચી ગઈ છે. 

રાજ્યમાં 277 મૃત્યુની સાથે મહારાષ્ટ્રમાં કોરોના અત્યાર સુધી 55 હજાર 656 લોકોના જીવ લઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી 37821 લોકો રિકવર થયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી સાજા થયેલા લોકોની સંખ્યા 24 લાખ 95 હજાર 315 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમણના 4 લાખ 1 હજાર 172 એક્ટિવ કેસ છે. 

1.4 કરોડને પાર જઈ શકે છે કોરોના કેસની સંખ્યા
કોરોના વાયરસની બીજી લહેર દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ઝડપથી વધી રહેલા સંક્રમણ વચ્ચે બેંગ્લુરુના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC) ના એક અનુમાનમાં કહેવાયું છે કે જો કોરોનાનો હાલનો ટ્રેન્ડ ચાલુ રહ્યો તો મેના અંત સુધીમાં કોરોનાના કેસની સંખ્યા 1.4 કરોડ પાર જઈ શકે છે. રિસર્ચ મુજબ એપ્રિલના મધ્ય સમયે સંક્રમણનો પીક રહી શકે છે. જ્યારે એક્ટિવ કેસ 7.3 લાખ સુધી જઈ શકે છે. બદતર હાલતમાં મેના અંત સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા એકવાર ફરીથી 20 લાખ સુધી પહોંચી શકે છે. 

Bijapur Encounter: નક્સલીઓ સાથે અથડામણ બાદ 15 જવાન ગૂમ, ગઈ કાલે 5 જવાન થયા હતા શહીદ 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube