કેનેડા ગયેલા યુવકોએ વર્ણવી દુખદાયક કહાની, અહીં બાથરૂમ સાફ કરવાનું પણ કામ મળે છે!

Study Abroad : માનસિક તૈયારી સાથે કેનેડા જવાની તૈયારી રાખજો... અહીં તમને ડોલર કમાવવા ગમે તે કામ કરવું... પોતાનો ખર્ચો કાઢવા માટે કેનેડામાં ગમે તે કામમાં હાથ કાળા કરવા પડશે... નહીંતર ગુજરાતમાં સારામાં સારું છે 

કેનેડા ગયેલા યુવકોએ વર્ણવી દુખદાયક કહાની, અહીં બાથરૂમ સાફ કરવાનું પણ કામ મળે છે!

Jobs In Canada : કેનેડામાં ડોલર મળશે એવા આશાએ ગુજરાતીઓ ત્યાં જઈ રહ્યાં છે. પરંતુ હવે તો કેનેડામાં પણ ડોલર કમાવવાના ફાંફા છે. હાલ સ્થિતિ એવી છે કે, કેનેડામાં રહેવા પૂરતો ખર્ચો કાઢવા માટે જે ખર્ચો કાઢવો પડે છે, તેના માટે પણ ડોલર કમાવવાના ફાઁફા પડી રહ્યાં છે. કારણ કે, કેનેડામાં લોકો એકલા રહેતા હોવાથી તેમને પોતાનો ખર્ચો જાતે જ કાઢવો પડે છે. અહી તમને પરિવારનો સપોર્ટ મળતો નથી. ઉપરથી ભારતમાં રહેતો તમારો પરિવાર પણ તમને મદદ કરી શક્તો નથી. કારણ કે, તેઓ ડોલરની સરખામણીમાં રૂપિયા મોકલવા માટે સક્ષમ નથી. અહી તમારે એકલા હાથે જ લડવાનુ છે. આવામાં કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓના કામને લઈને તેમના અનુભવો સાંભળીને તમને અરેરાટી થઈ જશે. ગુજરાતમાં ઠાઠથી રહેતા વિદ્યાર્થીઓ કેનેડામાં બાથરૂમ સાફ કરવાનું કામ કરે છે. 

મેં તો બાથરૂમ સાફ કર્યું 
કેનેડામાં રહેતા એક વિદ્યાર્થીએ પોતાનો અનુભવ વર્ણવ્યો. આ સાંભળીને તમે કેનેડા જવાનો વિચાર પણ માંડી વાળશો. આ વિદ્યાર્થીએ કહ્યું કે, કેનેડમાં મને નોકરી મળતી ન હતી. ખર્ચો કાઢવા માટે મારે નોકરીની જરૂર હતી. જે નોકરી મળે તે કરવાની મારી તૈયારી હતી. તેથી મને એક ઘરમાં સાફ સફાઈ કરવાનું કામ મળ્યું. હું ઘરના ટોયલેટ, બાથરૂમ અને વોશબેસીન સાફ કરવાનું કામ કરતો હતો. આ કામથી મને ચીતરી ચઢતી હતી. પરંતુ મારી પાસે આ સિવાય કોઈ છુટકો ન હતો. એક-બે દિવસ બાદ મેં આ કામ છોડી દીધું.

તો બીજા એક વિદ્યાર્થીએ કહ્યું કે, મને પણ શરૂઆતમાં મોલમાં ન ગમતા કામ કરવા પડ્યો. મેં એક હોટલમાં સાફસફાઈનુ પણ કામ કર્યું. જેમાં મને રૂમ ક્લીનંગ, વાસણો સાફ કરવા જેવા કામ કરવા પડતા હતા. 

તો એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, મેં તો ખેતરમાં શાકભાજી તોડવાનુ કામ કર્યુ હતું. આ મારી કેનેડામાં પહેલી નોકરી હતી. મને કેનેડામા જે પહેલી નોકરી મળી તેમાં મને ખેતરમાં કામ કરવાનું હતું. નાછૂટકે મારે આ કામ પણ કરવુ પડ્યું.

તમારા હાથમાં એમબીએ, એન્જિનિયરીંગ કે ફાર્મસીની ડિગ્રી હોય અને ભારતમાં વ્હાઈટ કોલર જોબ ઠુકરાવીને કેનેડામાં કેટલાય યુવકો ગમે તે કામ કરવા મજબૂર થયા છે. કેનેડામાં છેલ્લા બે વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે, જેઓ ભારતમાં પોતાની લાખોની પ્રોપર્ટી ઠુકરાવીને કેનેડા સ્થાયી થઈ રહ્યાં છે. ત્યારે જો તેમને પણ આવા અનુભવોનો સામનો કરવો પડી રહ્યો છે. પરિવાર ટેન્શન લેશે એ વિચારમાં અનેક વિદ્યાર્થીઓ પોતે કેનેડામાં કેવા કામ કરે છે તેવુ કહેવાનું ટાળી પણ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news