Assembly Elections 2023: CM પદ માટે સસ્પેન્સ વધ્યું! ચૂંટણી જીતેલા ભાજપના 12 સાંસદોના રાજીનામા

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપે આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેઓ હવે સંસદની સદસ્યતા છોડશે.

Assembly Elections 2023: CM પદ માટે સસ્પેન્સ વધ્યું! ચૂંટણી જીતેલા ભાજપના 12 સાંસદોના રાજીનામા

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપે આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેઓ હવે સંસદની સદસ્યતા છોડશે. બુધવારે આવા 12 સાંસદોએ રાજીનામું આપ્યું છે. જો કે બે અન્ય સાંસદો બાબા બાલકનાથ અને રેણુકા સિંહ આજે આવ્યા નહતા આથી તેમના રાજીનામા સોંપી શકાયા નથી. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નેતૃત્વ હેઠળ આ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પીએમ મોદી, લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેન સાથે મુલાકાત કરી હતી. 

BJP President J.P. Nadda led the delegation of these MPs during the meeting with the PM, Lok…

— ANI (@ANI) December 6, 2023

અત્રે જણાવવાનું કે ભાજપ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, અને છત્તીસગઢમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે. જ્યારે તેલંગણામાં આઠ બેઠકો જીતી છે. ભાજપે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં 21 સાંસદોને ટિકિટ આપી હતી. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં સાત-સાત સાંસદોએ ચૂંટણી લડી હતી. છત્તીસગઢમાં ચાર અને તેલંગણામાં ત્રણ સાંસદોને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી. 

રાજસ્થાનમાંથી કોના રાજીનામા
- રાજ્યવર્ધન રાઠોડ
- દીયા કુમારી
- કિરોડી લાલ મીણા (રાજ્યસભા સાંસદ)

મધ્ય પ્રદેશ
- નરેન્દ્ર સિંહ તોમર
- પ્રહલાદ પટેલ
- રાકેશ સિંહ
- રીતિ પાઠક
- ઉદય પ્રતાપ સિંહ

છત્તીસગઢ
- ગોમતી સાઈ
- અરુણ સાવ

મોદી કેબિનેટમાં 3 મંત્રી ઘટી જશે
રાજીનામા આપનારાઓમાં પ્રહલાદ પટેલ અને નરેન્દ્રસિંહ તોમર મંત્રી છે. જ્યારે છત્તીસગઢથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી રેણુકા સિંહ પણ રાજીનામં આપશે. આ રીતે કેન્દ્રીય કેબિનેટમાંથી 3 મંત્રીઓ ઓછા થઈ જશે. આ ઉપરાંત રાજસ્થાનના સાંસદ બાબા બાલકનાથ પણ રાજીનામું આપશે. રાજીનામું આપનારા સાંસદોની સંખ્યા 12 હોવાનું કહેવાય છે. 

ત્રણ રાજ્યમાં જલદી મોકલાશે પર્યવેક્ષક
બીજેપી સૂત્રોનું કહેવું છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જલદી ઓબ્ઝર્વર મોકલવામાં આવશે. આજે એટલે કે બુધવારે સાંજે કે કાલે સવાર સુધીમાં પર્યવેક્ષક દિલ્હીથી જશે. ત્રણે રાજ્યોમાં શનિવાર અને રવિવારે વિધાયક દળની બેઠક થશે. તેમાં મુખ્યમંત્રીઓના નામોની જાહેરાત થશે. 

કોને ક્યાંથી અપાઈ હતી ટિકિટ
મધ્ય પ્રદેશમાં નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ, ફગ્ગન સિંહ કુલસ્તે, રાકેશ સિંહ, રાવ ઉદય પ્રતાપ સિંહ, રીતિ પાઠક, ગણેશસિંહને ટિકિટ અપાઈ હતી. 

રાજસ્થાનમાં બાબા બાલકનાથ, ભાગીરથ ચૌધરી, કિરોડી લાલ મીણા, દીયા કુમારી, નરેન્્દર ખીચડ, રાજ્યવર્ધન રાઠોડ, દેવજી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. 

છત્તીસગઢમાં ભાજપે સાંસદ વિજય બઘેલ, ગોમતી રાય, રેણુકા સિંહ, અરુણ સાવને વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. 

તેલંગણામાં બંદી સંજયકુમાર, ધર્મપુરી અરવિંદ અને સોયમ બાબુને ટિકિટ આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news