CBSE Recruitment Exam Date: સીબીએસઈ ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, જાણો કાર્યક્રમ

CBSE Recruitment Exam 2024: શું તમે પણ સરકારી નોકરી માટેની તૈયારીઓ કરી રહ્યાં છો? શું તમે પણ ભારત સરકાર હસ્તકની આ નોકરી કરવા માંગો છો? જો તમારો જવાબ હાં હોય તો તમારા માટે આવ્યો છો એક મહત્ત્વનો મોકો....જાણો વિગતવાર...

CBSE Recruitment Exam Date: સીબીએસઈ ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, જાણો કાર્યક્રમ

CBSE Recruitment Exam Date 2024: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુબ જ મહત્ત્વના સામાચાર છે. સીબીએસઈની ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર થઈ ચુકી છે. લાંબા સમયથી લાખો ઉમેદવારો આવી સરકારી ભરતીની રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે મોકો મળશે એવી આશા સાથે કરતા હોય છે તૈયારીઓ. જાણો કયા કયા પદ માટે કરવામાં આવશે ભરતી. અને કઈ છે પરીક્ષાની તારીખ.

CBSE ભરતી પરીક્ષા તારીખ જાહેરઃ
CBSE ભરતી 2024 ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, અહીં સંપૂર્ણ શેડ્યૂલ મુકવામાં આવ્યો છે. મદદનીશ સચિવ (શિક્ષણ, તાલીમ, કૌશલ્ય શિક્ષણ) અને જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર સહિત વિવિધ વહીવટી જગ્યાઓ માટે CBSE પરીક્ષાની તારીખો બહાર પાડવામાં આવી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને CBSE માં વિવિધ વહીવટી જગ્યાઓ પર ભરતી માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ ભરતી ઝુંબેશનો ઉદ્દેશ્ય ઓગસ્ટ 2024 માં ઑફલાઇન (OMR શીટ આધારિત) મોડ પરીક્ષા દ્વારા સહાયક સચિવ (શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય શિક્ષણ) અને અન્ય વિવિધ વહીવટી જગ્યાઓ (ગ્રુપ A, B અને C) ની વિવિધ જગ્યાઓ ભરવાનો છે. CBSE એ ભરતી પરીક્ષાઓ માટે વિગતવાર પરીક્ષા શેડ્યૂલ બહાર પાડ્યું છે.

CBSE Recruitment exam schedule 2024:

Name of the Post                                    Date of Examination            Shift
Assistant Secretary                                 03rd August, 2024               Morning
Junior Translation Officer                        03rd August, 2024               Afternoon
Junior Accountant                                   10th August, 2024               Morning
Accounts Officer                                     10th August, 2024               Afternoon
Assistant Secretary                                 11th August, 2024               Morning
Junior Engineer & Accountant                 11th August, 2024               Afternoon

નોટિસમાં જણાવાયું છે કે ડિઝાઇન અને મલ્ટીમીડિયા અને માસ કોમ્યુનિકેશનમાં મદદનીશ સચિવની જગ્યાઓ માટે ઓછી સંખ્યામાં અરજીઓના કારણે આ બંને વિષયો માટેની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ અરજીઓ માટે ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલી કોઈપણ ફી બેંક ખાતામાં પરત કરવામાં આવશે જ્યાંથી તેઓને મૂળ ચુકવણી કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news