Career In ED: ઈડીમાં ઓફિસર બનવાની છે તમારી ઈચ્છા? જાણી લો કઈ રીતે બની શકાય 

Government Job: હાલમાં જ ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આવામાં તમારા મનમાં પણ એક સવાલ આવતો હશે કે આખરે ઈડી કામ કેવી રીતે કરે છે અને ઈડીમાં નોકરી કરવી હોય તો શું લાયકાત જોઈએ વગેરે....

Career In ED: ઈડીમાં ઓફિસર બનવાની છે તમારી ઈચ્છા? જાણી લો કઈ રીતે બની શકાય 

Government Job: હાલ એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) ખુબ ચર્ચામાં છે. ઈડીએ દેશના અનેક કૌભાંડીઓને જેલભેગા કર્યા છે. જેમાં મોટા મોટા નેતાઓ પણ સામેલ છે. હાલમાં જ ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આવામાં તમારા મનમાં પણ એક સવાલ આવતો હશે કે આખરે ઈડી કામ કેવી રીતે કરે છે અને ઈડીમાં નોકરી કરવી હોય તો શું લાયકાત જોઈએ વગેરે....

ઓફિસર બનવા માટે જરૂરી ક્વોલિફિકેશન
એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટમાં ઓફિસર બનીને તમે પણ તમારું ભવિષ્ય સવારી શકો છો. ઈડીમાં નોકરી માટે તમારે તેની લાયકાત જાણવી જરૂરી છે. એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટમાં ઓફિસર પદે નોકરી કરવા માટે સૌથી પહેલા તો તમારે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. જો તમે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/કોલેજથી કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએટ હોવ તો અહીંથી નીકળનારી ભરતીમાં ભાગ લઈ શકો છો. 

આટલી છે નિર્ધારિત ઉંમર મર્યાદા
અહીં નોકરી કરવા ઈચ્છતા યુવાઓની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે. જ્યારે વધુમાં વધુ ઉંમર 27થી લઈને 30 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જો કે રિઝર્વ કેટેગરીમાં ઉમેદવારને સરકારી નિયમો મુજબ છૂટછાટ મળે છે. 

કેવી રીતે થાય છે પસંદગી
ઈડીમાં ઓફિસર બનવા માટે ઈચ્છુક યુવાઓએ SSC તરફથી આયોજિત થનારી કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન (SSC CGL) માટે અરજી કરવી પડે છે. આ પરીક્ષા દર વર્ષે આયોજિત કરાય છે. જે હેઠળ ટિયર-1 અને ટિયર-2માં કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT) પરીક્ષા હોય છે. આ બંને ફેઝમાં સફળ ઉમેદવારો ટિયર-3ની લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે છે. ત્યારબાદ ટિયર-4માં પદાનુસાર કોમ્પ્યુટર યોગ્યતા પરીક્ષા/ડેટા એન્ટ્રી સ્કીલ ટેસ્ટ આપવો પડે છે. આ તમામ રાઉન્ડ્સમાં ઉમેદવારના પરફોર્મન્સના આધારે ફાઈનલ યાદી તૈયાર  કરવામાં આવે છે. ફાઈનલ યાદીમાં પસંદગી પામેલા ઉમેદવારને ઈડીમાં ઓફિસરના પદ પર નિયુક્તિ મળે છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news