Navy Recruitment 2023: અગ્નિવીર SSR-MR માં બમ્પર ભરતી, આજે જ કરો અરજી

Agniveer SSR MR Recruitment 2023: ભારતીય નૌકાદળમાંથી અગ્નિવીર ભરતી (SSR MR) 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે 19 જૂન છે. જે ઉમેદવારોએ અત્યાર સુધી અરજી કરી નથી તેઓ સાંજે 4 વાગ્યા સુધી અરજી ફોર્મ ભરી શકશે.

Navy Recruitment 2023: અગ્નિવીર SSR-MR માં બમ્પર ભરતી, આજે જ કરો અરજી

Indian Navy Agniveer Recruitment 2023: અગ્નિવીર યોજના હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા SSR અને MRની 4 હજારથી વધુ જગ્યાઓની ભરતી હાથ ધરવામાં આવી છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી હતી, જે 19 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી હતી. આવા ઉમેદવારો કે જેઓ આ ભરતીમાં ભાગ લેવા માંગે છે અને નિયત તારીખોમાં અરજી કરી શક્યા નથી, તેઓ આજે એટલે કે 19 જૂન, 2023 સાંજે 4 વાગ્યા સુધી પૂર્ણ કરી શકે છે. ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ www.joinindiannavy.gov.in પર એપ્લિકેશન ફોર્મ ઉપલબ્ધ છે. 

કેવી રીતે અરજી કરવી
ભારતીય નૌકાદળ SSR/MR 02/2023 ખાલી જગ્યા માટે અરજી કરવા માટે સીમ્પલ સ્ટેપ્સ છે. તમે તેને અનુસરીને સરળતાથી અરજી ફોર્મ ભરી શકો છો. અરજી કરવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જવું પડશે. વેબસાઇટના હોમ પેજ પર Click Here To Apply For Agniveer - 02/23 Batch લિંક જોશો, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે નવા પેજ પર તમારે ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરવાનું રહેશે. હવે જેના માટે તમારે પહેલા અરજી કરવી પડશે તેના પર ક્લિક કરો (SSR અથવા MR). હવે તમારે પ્રથમ રજિસ્ટર લિંક પર ક્લિક કરીને અને વિનંતી કરેલી માહિતી દાખલ કરીને નોંધણી કરવી પડશે. આ પછી, હવે લોગ-ઇન કરો અને એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

અરજી ફી
અરજીપત્રક ભરવાની સાથે અરજી ફી જમા કરાવવી ફરજીયાત છે, અરજી ફી વગર ભરેલ અરજીપત્રક નામંજૂર કરવામાં આવશે. અરજીની ફી 550 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ 20 જૂન 2023 નક્કી કરવામાં આવી છે.

કોણ અરજી કરી શકે છે
આ ભરતીમાં ભાગ લેવા માટે, ઉમેદવારોએ પહેલા અપરિણીત હોવું ફરજિયાત શરત છે. આ સાથે ઉમેદવારે માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયોમાં 12મું પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 2002 પહેલા અને 30 એપ્રિલ 2006 પછી થયો ન હોવો જોઈએ. પાત્રતા અને માપદંડો વિશે વિગતવાર માહિતી માટે, ઉમેદવારોએ સત્તાવાર સૂચના જોવી આવશ્યક છે.

ડાયરેક્ટ લિંક
https://agniveernavy.cdac.in/sailorscycle2/

આ પણ વાંચો:
UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે?
146મી રથયાત્રાની અંતિમ તૈયારી: હર્ષ સંઘવીએ રૂટ પર કર્યું રિહર્સલ, પગપાળા ચાલીને...
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news