UAE માં ગરમીમાં બહાર કામ કરવા પર પ્રતિબંધ, ભારતમાં પણ શું આ મિડ ડે પ્રતિબંધની જરૂર છે? આંકડા છે ચોંકાવનારા
Loo Effect: ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હાલ પ્રચંડ ગરમીનો પ્રકોપ છે. જૂનના મહિનામાં ગરમીના કારણે યુપીમાં 55 અને બિહારમાં 44 લોકોના જીવ ગયા. આ આંકડા દર વર્ષે અમારે દુખ સાથે જણાવવા પડે છે અને ગરમીના કારણે દર વર્ષે અનેક લોકોના મોત થાય છે પરંતુ એક દેશ છે જેણે આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. તેનું નામ છે યુએઈ.
Trending Photos
Loo Effect: ઉત્તરથી લઈને મધ્ય અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં હાલ પ્રચંડ ગરમીનો પ્રકોપ છે. જૂનના મહિનામાં ગરમીના કારણે યુપીમાં 55 અને બિહારમાં 44 લોકોના જીવ ગયા. આ આંકડા દર વર્ષે અમારે દુખ સાથે જણાવવા પડે છે અને ગરમીના કારણે દર વર્ષે અનેક લોકોના મોત થાય છે પરંતુ એક દેશ છે જેણે આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે. તેનું નામ છે યુએઈ. જીવલેણ ગરમીથી બચવા માટે યુએઈએ બપોરે સાડા 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી બહાર કામ કરવા પર રોક લગાવી છે. આ રોક 15 જૂનથી લાગૂ કરાઈ છે અને 30 સપ્ટેમ્બર સુધી રહેશે. આ નિયમને ન માનનારા માલિક પાસેથી પ્રતિ કર્મચારી 5 હજાર દિરહામનો દંડ વસૂલાશે. ભારતીય કરન્સી પ્રમાણે આ રકમ 1 લાખ 11 હજાર રૂપિયા જેટલી થાય. યુએઈ છેલ્લા 19 વર્ષથી કરી રહ્યું છે.
હવે સવાલ એ છે કે ભારતમાં શું આવું થઈ શકે ખરું? અનેક લોકો એમ પણ કહેશે કે ગરીબ માણસ કામ નહીં કરે તો ખાશે શું. બની શકે કે કેટલાક લોકો માનવાધિકારોના નામ પર આ નિયમને ભારતમાં લાગૂ કરવાની વાત કરે. સાચુ એ છે કે ભારતમાં હાલ તો આવું દૂર દૂર સુધી કોઈ વિચારતું પણ હોય એવું લાગતું નથી. અમે એ બિલકુલ નથી કહેતા ભારતમાં માનવાધિકારોને યુએઈ કરતા ઓછું મહત્વ મળે છે પરંતુ ભારતમાં દુરંદર્શી વિચારસરણીનો અભાવ જરૂર દેખાય છે.
ભારતમાં 49 ટકા લોકો તાપમાં કરે છે કામ!
પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના જણાવ્યાં મુજબ ભારતમાં સરેરાશ 49 ટકા લોકો બહાર એટલે કે ખુલ્લામાં આકાશ નીચે રોજ ગરમીમાં કામ કરે છે. તેમના સ્વાસ્થ્ય કામ કરવાની ક્ષમતા બંને પ્રભાવિત થાય છે. વર્લ્ડ બેંકના ગત વર્ષના રિપોર્ટ મુજબ ભારતમાં 2030 સુધી તેજ ગરમી એટલે કે હીટવેવના કારણે 3 કરોડથી વધુ લોકોએ પોતાનું કામ છોડવું પડી શકે છે અને 200 મિલિયન એટલે કે 20 કરોડ લોકો ગરમીથી ખરાબ રીતે પ્રભાવિત થશે. ખેતી અને મજૂરીના કામમાં લાગેલા લોકો પર તેની સૌથી ખરાબ અસર પડશે.
ગરમીની શરીર પર અસર
ગરમીથી પરસેવો અને ગભરાહટના કારણે કામ કરવાની ક્ષમતા ઘટે છે. કામ કરવાના કલાકો ઓછા થવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સતત તડકામાં કામ કરવાથી માણસના શરીરનું સરેરાશ તાપમાન વધે છે. જેના કારણે પેટ ખરાબ થાય છે અને લાંબા સમયથી તાપમાં કામ કરવાથી મગજ ઉપર પણ ખરાબ અસર થવાનું જોખમ રહે છે.
ચોંકાવનારા આંકડા
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) ના 2019ના રિપોર્ટ વર્કિંગ ઓન એ વાર્મર પ્લેનેટ- ધ ઈમ્પેક્ટ ઓફ હીટ સ્ટ્રેસ ઓન લેબર પ્રોડક્ટિવિટી એન્ડ ડિસેન્ટ વર્ક માં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ભારતમાં હીટ સ્ટ્રેસના કારણે 2030માં 5.8 ટકા કામના કલાકો ઓછા થવાની આશા છે. ભીષણ ગરમીના કારણે 2021માં ભારતમાં 167.2 અબજ કામના કલાકોનું નુકસાન થયું. જેના કારણે જે નુકસાન થયું તે દેશની 5.4 ટકા જીડીપી બરાબર છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે 1901 અને 2018 વર્ચે ભારતમાં સરરાશ તાપમાનમાં લગભગ 0.7 ટકાનો વધારો થયો છે. એટલે કે લગભઘ એક ટકા તાપમાન ભારતમાં વધી ચૂક્યું છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ ભારતમાં વર્ષ 2000-2004 અને 2017 થી 2021 વચ્ચે ભીષણ ગરમીના કારણે મોતમાં 55 ટકાનો વધારો જોવા મળ્યો. એટલે કે આપણે કહી શકીએ કે ભારતમાં ગરમી એક વાર્ષિક બીમારી છે જેની સૌથી વધુ અસર ધોમધખતા તાપમાં કામ કરનારા મજૂરો કે ખેત મજૂર વર્ગ પર પડે છે. આપણે કોરોનાથી બચવા માટે લોકડાઉન લગાવ્યું, રસી બનાવી, ઓક્સીજનથી લઈને હોસ્પિટલોની સુવિધાઓ વધારી. બીમારી બે થી ત્રણ વર્ષમાં કંટ્રોલમાં આવી ગઈ. પરંતુ દર વર્ષે આવનારી ગરમી નામની મહામારીને કોઈએ ગંભીરતાથી લીધી નથી. આજે અમે તમને અમારા આગામી રિપોરટ્માં ગરમીના કારણે રોજ ઝેલી રહેલા લોકોની પાસે લઈ જઈશું અને એક્સપર્ટની મદદથી એ પણ સમજાવીશું કે ગરમીને પહોંચી વળવા માટે કોરોનાને પહોંચી વળવા માટે કર્યા એટલા ગંભીર પ્રયત્નો કરવાની જરૂર છે જેથી કરીને આગામી વર્ષે જૂન મહિનો આવતા ગરમીના કારણે કોઈના જીવ જાય નહીં.
ભારતમાં કામગાર વર્ગ એટલે કે લેબર ફોર્સ કુલ 90 ટકા છે એટલે કે ભારતમાં જેટલા લોકો પૈસા કમાય છે તેમાંથી 90 ટકા લોકો નોકરી કરે છે. તે 90 ટકામાંથી 49 ટકા એટલે કે અડધાથી વધુ લોકો બહાર કામ કરે છે. તેમાંથી પણ સૌથી મોટો ભાગ ખેડૂતો છે અને બાકી નાના મોટા કામ કરનારા વર્ગના લોકો. તેઓ કામ ન કરે તો રોજીરોટીનું સંકટ પેદા થઈ જાય છે પરંતુઆંકડા જણાવે છે કે જો આ પ્રકારે ગરમીમાં અમાનવીય હાલાતમાં કામ કરતા રહે તો દેશની આર્થિક સ્થિતિ પર સંકટ આવી શકે છે.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) ની 2019ની રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે 2030 સુધીમાં દુનિયાભરમાં તેના કારણે કામ કરનારા કુલ કલાકોમાંથી 2.2 ટકા ઉત્પાદક ક્ષમતામાં ઘટાડો થશે. જે લગભગ 80 મિલિયન ફૂલ ટાઈમ નોકરીના ઉત્પાદક કલાકો જેટલા છે. ભારતમાં હીટ સ્ટ્રોકના કારણે 2030 માં 5.8 ટકા કામના કલાકો ઓછા થવાની આશા છે. એટલે કે આજે લોકો જેટલું કામ કરી શકે છે તેમાંથી દર વર્ષે લગભગ એક ટકાની કમી આવશે. આ રિપોર્ટ મુજબ ભીષણ ગરમીના કારણે 2021માં ભારતમાં 167.2 અબજ કલાકનું નુકસાન થયું જેના કારણે જે નુકસાન થયું તે દેશની 5.4 ટકા જીડીપી બરાબર છે.
પર્યાવરણ પર નજર રાખતી ધ અર્થ કમિશન (The Earth commission) ના રિપોર્ટ મુજબ ક્લાઈમેટ ચેન્જના કારણે હવે માણસના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ રિપોર્ટમાં આંકલન કરાયું છે કે જો દુનિયાનું તાપમાન વધતું રહ્યું તો સૌથી વધુ અસર ભારત પર પડશે. આ રિસર્ચ મુજબ તાપમાનમાં 2.7 ડિગ્રીના વધારાની અસર 60 કરોડથી વધુ ભારતીયો પર પડશે. સરેરાશ તાપમાન 29 ડિગ્રી માનવામાં આવે છે. તેમાં જો 1.5 ડિગ્રીનો વધારો થાય તો ખરાબ અસર 6 ગણી ઓછી થશે. પરંતુ આવું જોવા મળી રહ્યું નથી. દુનિયામાં જો તાપમાનનો સરેરાશ વધારો 1 ડિગ્રી સેલ્સિયસ હોય તો ભારતમાં તે 1.2 ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યો છે. આવનારા સમયમાં આ કારણે 9 કરોડ ભારતીયો વધતી ગરમી અને લૂનો પ્રકોપ ઝેલવા માટે મજબૂર બનશે.
એક સામાન્ય વ્યક્તિના શરીરનું તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે જે 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર હોય છે. તેની ઉપરનું ટેમ્પ્રેચર તાવ કહેવાય છે. લૂના થપેડા જો વારંવાર શરીર પર પડે તો તે હાઈપરથર્મિયાનું કારણ બને છે. જે જીવલેણ બની શકે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મનુષ્ય જે મહત્તમ તાપમાનમાં જીવિત રહી શકે તે 108.14 ડિગ્રી ફેરનહીટ એટલે કે 42.3 ડિગ્રી સેલ્સિયસ છે. પરંતુ દિલ્હામાં તાપમાન દર વર્ષે 45 ડિગ્રીને પાર કરે છે. ભારતમાં અનેક જગ્યાઓ પર તાપમાન 49-50 ડિગ્રી વચ્ચે પહોંચે છે. આવામાં બહાર કામ કરતા લોકોના સ્વાસ્થ્યને નુકસાન અને ભારતને થનારા આર્થિક નુકસાનને જોતા યુએઈની જેમ કડક નિયમ લાવવાની જરૂર છે.
હીટવેવથી બચવા માટે પાણી ખુબ પીવું જોઈએ. સૂતરાઉ કપડાં પહેરો, કેપ પહેરીને બહાર જાઓ. લીંબુ પાણી પીવો અને આકરી ગરમીના કલાકોમાં બહાર ન નીકળો. આ એ તરીકા છે જે સામાન્ય રીતે લોકોને ગરમીથી બચવા માટે ખબર હોય છે અને અપનાવતા પણ હોય છે. પરંતુ ગરમીમાં બહાર કામ કરવા માટે મજબૂર લોકોને રોકવા માટે દેશવ્યાપી સ્તર પર નિયમ બનાવવા અને આ કામદારોના જીવન જીવવાના અધિકારને વધુ પુખ્ત કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે