Fitness Tips: ઘરના આ 4 કામ કરી લેશો જાતે તો વજન કંટ્રોલ કરવા વર્કઆઉટની જરૂર નહીં પડે, શરીર રહેશે ફિટ

Fitness Tips: જો ઘરના આ ચાર કામ કોઈ વ્યક્તિ જાતે કરવાની શરૂઆત કરે છે તો તેને એક્સ્ટ્રા વર્કઆઉટ કરવાની જરૂર પડતી નથી. આ ચાર કામ જાતે કરી લેવાથી તમે જીમમાં ગયા વિના પણ ફિટ અને એક્ટિવ રહી શકો છો. 

Fitness Tips: ઘરના આ 4 કામ કરી લેશો જાતે તો વજન કંટ્રોલ કરવા વર્કઆઉટની જરૂર નહીં પડે, શરીર રહેશે ફિટ

Fitness Tips: વજન કંટ્રોલ કરવા માટે અને શરીરને ફિટ રાખવા માટે વર્કઆઉટ જરૂરી હોય છે. પરંતુ મોટાભાગના લોકો પોતાની વ્યસ્ત દિનચર્યાના કારણે વર્કઆઉટ માટે સમય કાઢી શકતા નથી. ખાસ કરીને મહિલાઓ વર્કઆઉટ માટે સમય ફાળવી શકતી નથી. પરંતુ શું તમે જાણો છો કે ઘરના કેટલાક કામ શરીર માટે કમ્પ્લીટ વર્કઆઉટ છે ? જો ઘરના આ ચાર કામ કોઈ વ્યક્તિ જાતે કરવાની શરૂઆત કરે છે તો તેને એક્સ્ટ્રા વર્કઆઉટ કરવાની જરૂર પડતી નથી. આ ચાર કામ જાતે કરી લેવાથી તમે જીમમાં ગયા વિના પણ ફિટ અને એક્ટિવ રહી શકો છો. તો ચાલો તમને જણાવીએ એવા કયા કામ છે જેને કરવાથી તમે ફિટ રહી શકો છો.

ઘરની સાફ-સફાઈ

ઘરની સાફ-સફાઈ જેમ કે ઝાડુ-પોતા કરવા, વાસણ ધોવા એ શરીર માટે બેસ્ટ એક્સરસાઇઝ છે. જ્યારે તમે ઘરની સાફ સફાઈ કરો છો તો હાથ અને પગ સતત એક્ટિવ રહે છે. કામ કરતી વખતે શરીરના અલગ અલગ ભાગ ગતિશીલ રહે છે. જેના કારણે શરીરમાં જામેલી ચરબી અને કેલેરી બર્ન થાય છે.

ગાર્ડનિંગ

ગાર્ડનિંગ કરવું પણ એક બેસ્ટ વ્યાયામ છે. નિયમિત રીતે બગીચામાં જઈને છોડને પાણી પીવડાવવું, ઘાસ કાપવું, છોડમાં ખાતર નાખવું જેવા કામ શરીર માટે વ્યાયામ જેવું કામ કરે છે. ગાર્ડનિંગ કરતી વખતે પણ તમે વાંકા વળો છો, શરીર એક્ટિવ રહે છે તેનાથી હાથ અને પગના સ્નાયુ મજબૂત થાય છે અને કેલરી પણ બળે છે. 

દાદર ચઢવી અને ઉતરવી

દિવસમાં બેથી ત્રણ વખત ઘરના દાદર ચડવાથી અને ઉતરવાથી તમે ફિટ અને એક્ટિવ અનુભવ કરશો. તમે આ કામ રોજ 10 થી 15 મિનિટ ખાસ કરવાના નથી તેવામાં ઘરના કામ માટે જો તમે દાદર ચડ-ઉતર કરશો તો પગના સ્નાયુ મજબૂત થશે. સાથે જ પીઠ અને સાથળના સ્નાયુઓમાં પણ મજબૂતી આવશે. 

કપડાં ધોવા

કપડાં હાથે ધોવા સંપૂર્ણ શારીરિક વ્યાયામ છે. કપડાં ધોતી વખતે તમે જેટલા કામ કરો છો તેનાથી શરીરના અલગ અલગ અંગોની ગતિશીલતા વધે છે. કપડાં ધોવાનું એક કામ કરી લેવાથી પણ આખા શરીરની એક્સરસાઇઝ થઈ જાય છે. કપડાં ધોવાથી શરીરની સૌથી વધુ કેલરી બર્ન થાય છે જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news