Recipe: ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત, આખું વર્ષ કરી શકાય છે સ્ટોર

Recipe: આજે તમને રસોડામાં લગભગ રોજ વપરાતો ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ માપ સાથેની રીત જણાવી દઈએ. આ રીતે મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય એટલો ગરમ મસાલો ઘરે બનાવી શકો છો.

Recipe: ઘરે ટેસ્ટી અને સુગંધી ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત, આખું વર્ષ કરી શકાય છે સ્ટોર

Recipe: રસોઈમાં વપરાતા બધા જ મસાલા માર્કેટમાં તૈયાર મળી રહે છે. પરંતુ બજારમાં મળતા મસાલા શુદ્ધ જ હશે અને ભેળસેળ નહીં થઈ હોય તેની કોઈ ગેરેન્ટી હોતી નથી. તાજેતરમાં જ દેશની બે મોટી કંપનીના મસાલા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ મસાલાના ઉપયોગ પર કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. 

આજે તમને રસોડામાં લગભગ રોજ વપરાતો ગરમ મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ માપ સાથેની રીત જણાવી દઈએ. આ રીતે મસાલો બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકાય એટલો ગરમ મસાલો ઘરે બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો ગરમ મસાલા માટેની જરૂરી સામગ્રી અને મસાલો બનાવવાની રીત.

ગરમ માસાલ માટેની સામગ્રી

એલચા - 25 ગ્રામ
કાળા મરી - 25 ગ્રામ
જીરું - 20 ગ્રામ
લવિંગ - 10 ગ્રામ
જાવંત્રી - 10 ગ્રામ
જાયફળ - 10 ગ્રામ
તજ - 10 ગ્રામ
તમાલપત્ર- 3 થી 4

ગરમ મસાલો બનાવવાની રીત

ગરમ મસાલો બનાવવા માટે સૌથી પહેલા માપ અનુસાર ખડા મસાલા લઈ તેને સાફ કરી લો. ત્યારબાદ જાવંત્રી અને જાયફળને સાઈડ પર રાખી અન્ય મસાલાને એક કઢાઈમાં ડ્રાય રોસ્ટ કરો. બધા મસાલાને ધીમા તાપે શેકવા. જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે તો ગેસ બંધ કરી બધા મસાલાને એક બાઉલમાં કાઢી ઠંડા કરી લો. 

મસાલા ઠંડા થઈ જાય પછી તેમાં જાયફળ અને જાવંત્રી ઉમેરો અને મિક્સરમાં બારીક પાવડર થાય ત્યાં સુધી પીસો. મિક્સરમાં પીસેલા પાવડરને ચાળી લેવો. તૈયાર કરેલા પાવડરને કાચના એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news