Skin Tanning: 10 મિનિટમાં જીદ્દી ટૈનિંગને દુર કરશે આ લાલ ટુકડા, ઉનાળામાં ખૂબ કામ આવે છે આ વસ્તુ
Skin Tanning: ટમેટામાં બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ચહેરાની ગંદકીને સાફ કરે છે અને ચહેરા પર રંગત નિખારે છે. તેમાં પણ જો તમે ત્વચા પર આ રીતે ટમેટાનો ઉપયોગ કરો છો તો ચહેરા પર તે ગ્લો વધારી દેશે. ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો ટમેટાના આઈસ ક્યુબનો ઉપયોગ કરવો. આ આઈસ ક્યુબ કેવી રીતે બનાવવા ચાલો તમને જણાવીએ.
Trending Photos
Skin Tanning: ગરમીમાં તડકાના કારણે ચહેરાનો રંગ ધીરે ધીરે કાળો પડવા લાગે છે. આમ થવાનું કારણ ટૈનિંગ હોય છે. તડકામાં બહાર જવાનું થાય તો સ્કીન પર ટૈનિંગ થઈ જાય છે. તેને દુર કરવા માટે શું કરવું એ વાત તમને ખબર ન હોય તો આજે તમને જણાવી દઈએ. તમે ફક્ત 10 મિનિટમાં સ્કિન પરથી ટૈનિંગ દુર કરી શકો છો. આ કામ ટમેટાની મદદથી થાય છે.
ટમેટામાં બ્લીચિંગ એજન્ટ હોય છે. જે ચહેરાની ગંદકીને સાફ કરે છે અને ચહેરા પર રંગત નિખારે છે. તેમાં પણ જો તમે ત્વચા પર આ રીતે ટમેટાનો ઉપયોગ કરો છો તો ચહેરા પર તે ગ્લો વધારી દેશે. ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો ટમેટાના આઈસ ક્યુબનો ઉપયોગ કરવો. આ આઈસ ક્યુબ કેવી રીતે બનાવવા ચાલો તમને જણાવીએ.
ટમેટાના આઈસ ક્યુબ બનાવવા માટે 2 ટમેટા, 1 ચમચી મધ અને 1 ચમચી કોફી પાવડરનો ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા ટમેટાને ધોઈ તેને મિક્સરમાં પીસી સ્મુધ પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં મધ અને કોફી મિક્સ કરો. જો ચહેરા પર ખીલ હોય તો તેમાં ફુદીનાનો રસ અથવા તેની પેસ્ટ પણ ઉમેરી શકાય છે. હવે તૈયાર કરેલા મિશ્રણને આઈસ ક્યુબની ટ્રેમાં ભરી ફ્રીઝરમાં મુકી દો.
2થી 3 કલાકમાં જ આઈસ ક્યુબ તૈયાર થઈ જાશે. આ આઈસ ક્યુબ વડે ચહેરા પર સવારે અને સાંજે 10 મિનિટ માટે મસાજ કરવી. મસાજ કરતા પહેલા ચહેરાને પાણીથી સાફ કરી લેવો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે