Hair Fall Remedy: ખરતા વાળની સમસ્યાનું કાયમી સમાધાન છે આ ઘરગથ્થુ ઉપાય, 15 દિવસમાં વાળ ખરતા થશે બંધ

Hair Fall Remedy: ખરતા વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘણા લોકો ટ્રીટમેન્ટ પણ કરાવે છે આ સિવાય વિવિધ પ્રકારના શેમ્પુ અને તેલનો ઉપયોગ પણ કરે છે. આ બધા ઉપાયોની જેમ તમે ખરતા વાળને રોકવા માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. આજે તમને વાળને ખરતા અટકાવે તેવા પાંચ ઘરેલુ ઉપાય વિશે જણાવીએ.

Hair Fall Remedy: ખરતા વાળની સમસ્યાનું કાયમી સમાધાન છે આ ઘરગથ્થુ ઉપાય, 15 દિવસમાં વાળ ખરતા થશે બંધ

Hair Fall Remedy: આજના સમયમાં મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પરેશાન જોવા મળે છે. નાની ઉંમરમાં જ લોકોના વાળ ખરવા લાગે છે જેના કારણે માથામાં ટાલ પણ પડી જતી હોય છે. વધારે પ્રમાણમાં વાળ ખરે તેનું કારણ સ્ટ્રેસ, હોર્મોનલ ઇમ્બેલન્સ, પોષક તત્વોની ખામી અને વાળની યોગ્ય સંભાળનો અભાવ પણ હોઈ શકે છે. ખરતા વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘણા લોકો ટ્રીટમેન્ટ પણ કરાવે છે આ સિવાય વિવિધ પ્રકારના શેમ્પુ અને તેલનો ઉપયોગ પણ કરે છે. આ બધા ઉપાયોની જેમ તમે ખરતા વાળને રોકવા માટે કેટલાક ઘરેલુ ઉપાય પણ કરી શકો છો. આજે તમને વાળને ખરતા અટકાવે તેવા પાંચ ઘરેલુ ઉપાય વિશે જણાવીએ.

એલોવેરા

એલોવેરા જેલ જે રીતે સ્કીનને ફાયદો કરે છે તે રીતે વાળ માટે પણ ફાયદાકારક છે. તમે એલોવેરા જેલને વાળના મૂળમાં લગાડી 10 મિનિટ માલિશ કરીને 30 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લો. નિયમિત એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી વાળ ખરતા બંધ થાય છે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ એક નેચરલ કન્ડિશનર છે જે વાળને ખરતા અટકાવે છે. તેના માટે નાળિયેર તેલને ગરમ કરી હૂંફાળું હોય ત્યારે તેનાથી માથા પર માલીશ કરો. રાત આખી તેલને માથા પર રહેવા દો અને સવારે ધોઈ લો. અઠવાડિયામાં એક વખત નાળિયેર તેલથી માલિશ કરશો તો વાળ ધીરે ધીરે ખરતા બંધ થઈ જશે.

ડુંગળીનો રસ

વાળને ખરતા અટકાવવા માટે ડુંગળીનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીનો રસ કાઢી વાળમાં લગાડવાથી વાળનો ગ્રોથ પણ વધે છે અને વાળનો મૂળ પણ મજબૂત થાય છે જેથી વાળ ખરતા અટકે છે. ડુંગળીનો રસ કાઢી તેને વાળના મૂળમાં 30 મિનિટ માટે લગાડી રાખો. ત્યાર પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. 

આમળા

વિટામીન સીથી ભરપુર આમળા વાળને મજબૂત કરવાનું કામ કરે છે. આમળાના પાવડરને પાણીમાં ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળના મૂળમાં લગાડો અને 30 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લો.

મેથી

મેથીનો ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળના મૂળ પણ મજબૂત બને છે. તેના માટે મેથીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં 30 મિનિટ માટે લગાડો. 30 મિનિટ પછી વાળને સારી રીતે ધોઈ લો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news