Year Ender 2023: ભારતમાં આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થઈ આ 5 વાનગીઓ બનાવવાની રીત, પાંચમીનું નામ જાણી લાગશે નવાઈ
Year Ender 2023: વર્ષ 2023 પૂર્ણ થવા જઈ રહ્યું છે તેની સાથે જ ચર્ચામાં છે એ વાનગીઓ જે આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થઈ છે. એટલે કે વર્ષ 2023 માં ભારતમાં ગુગલ પર આ 5 વાનગીઓને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી.
કેરીનું અથાણું
ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી રેસિપી બીજી કોઈ નહીં પણ સ્વાદિષ્ટ અને મસાલેદાર કેરીનું અથાણું છે. દરેક ઘરમાં પોતપોતાની સ્પેશિયલ રેસિપીથી આ અથાણું બનતું હોય છે.
સેક્સ ઓન બીચ
ગુગલ ટ્રેંડમાં બીજા ક્રમે આવે છે ફ્રુટી અને રિફ્રેશિંગ કોકટેલ સેક્સ ઓન ધ બીચ.
પંચામૃત
તહેવારો દરમિયાન સૌથી વધુ સર્ચ પંચામૃત માટે થઈ હતી. વર્ષ 2023 માં પંચામૃત ત્રીજા નંબરે છે. દૂધ, દહીં, ઘી, મધ અને તુલસીના પાન સાથે બનતો આ પ્રસાદ લોકોએ ખૂબ સર્ચ કર્યો છે.
હકુસાઈ
ચોથા નંબર પર આંતરરાષ્ટ્રીય વાનગી 'હકુસાઈ' છે. આ કોરિયન શૈલીમાં બનેલી મસાલેદાર કોબીની વાનગી છે.
પંજીરી
પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પંજીરી સર્ચ લીસ્ટમાં પાંચમા નંબરે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોને આ હેલ્ધી વસ્તુ ખાવી ખૂબ જ પસંદ હોય છે.
Trending Photos