આ ટ્રીક છે જોરદાર, ટ્રાય કરીને 1 કિલો ડુંગળી સમારી નાખશો તો પણ આંખમાંથી નહીં આવે આંસુ

Onion Cutting Tricks: રસોઈમાં ડુંગળીનો ઉપયોગ લગભગ રોજ થાય છે. જ્યારે પણ ડુંગળી સમારવાનું શરુ થાય છે ત્યારે આંખમાંથી પાણી નીકળવા લાગે છે. જેના કારણે ડુંગળી કાપવી એ ખૂબ મુશ્કેલ કામ થઈ જાય છે. પરંતુ જો આ તકલીફથી તમારે બચવું હોય તો તમે કેટલીક ટ્રીક્સ અજમાવી શકો છો.

આ ટ્રીક છે જોરદાર, ટ્રાય કરીને 1 કિલો ડુંગળી સમારી નાખશો તો પણ આંખમાંથી નહીં આવે આંસુ

Onion Cutting Tricks: દરેક સ્ત્રીને રસોઈ કરવી તો ગમે છે પરંતુ રસોઈ દરમિયાન કેટલાક કામો હોય છે જે કરવામાં આંખમાં પાણી આવી જાય છે. તમે બરાબર સમજ્યા છો. આ કામ છે ડુંગળી સમારવાનું. રસોઈમાં ડુંગળીનો ઉપયોગ લગભગ રોજ થાય છે. જ્યારે પણ ડુંગળી સમારવાનું શરુ થાય છે ત્યારે આંખમાંથી પાણી નીકળવા લાગે છે. કારણ કે આંખમાં ડુંગળીમાંથી નીકળતા ગેસના કારણે બળતરા થાય છે. જેના કારણે ડુંગળી કાપવી એ ખૂબ મુશ્કેલ કામ થઈ જાય છે. પરંતુ જો આ તકલીફથી તમારે બચવું હોય તો તમે કેટલીક ટ્રીક્સ અજમાવી શકો છો. આ ટ્રીક્સ અપનાવવાથી ડુંગળી સમારવાનું કામ સરળ થઈ જાય છે. 

ડુંગળી સમારતી વખતે અપનાવો આ હેક્સ 

આ પણ વાંચો:

1. ડુંગળી સમારતી વખતે તમે ગોગલ્સનો ઉપયોગ કરી શકો છો. આંખ પર પહેરેલા ગોગલ આંખ સુધી ડુંગળીની દાજને પહોંચવા દેતા નથી. તેનાથી આંખમાં બળતરા થતી નથી.

2. ડુંગળીની છાલ ઉતાર્યા બાદ તેના બે ટુકડા કરી લો. ત્યાર બાદ તેને પાણીમાં મુકી રાખો. ડુંગળીને ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ માટે પાણીમાં છોડી દો. ત્યારબાદ તમે ડુંગળી સમારશો તો આંખમાંથી પાણી નહીં નીકળે.
 
3. ડુંગળી સમારતી વખતે આંસુથી બચવું હોય તો તેને કાપતા પહેલા 20 મિનિટ માટે તેને ફ્રીજમાં રાખો. આમ કરવાથી ડુંગળીમાં રહેલા એન્ઝાઇમની અસર ખતમ થઈ જાય છે અને તેને સમારવાથી આંખમાંથી આંસુ નીકળતા નથી.

4. ડુંગળીને હંમેશા ધારદાર છરી વડે સમારો. જ્યારે તમે ધારદાર છરી વડે ડુંગળી સમારો છો તો આંખમાંથી આંસુ નહીં નીકળે.

5.  ડુંગળી સમારતી વખતે નજીકમાં મીણબત્તી સળગાવી રાખવી જોઈએ. આમ કરવાથી ડુંગળીમાંથી નીકળતો ગેસ મીણબત્તીમાં જાય છે અને તમારી આંખોમાં બળતરા થતી નથી. 

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news