ચહેરાની ડલનેસ દુર કરી સુંદરતા વધારશે આ ઉપાય, રસોડામાં રહેલી સાવ સસ્તી વસ્તુથી મળશે પાર્લર જેવો ગ્લો

Skin Care Tips: ડુંગળીને મધ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવાથી ખીલ, એક્ને, કરચલીને દુર થઇ જાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની ડલનેસ દુર થઈ જાય છે અને સુંદરતા વધે છે. તો ચાલો તમને જણાવીએ ચહેરાની સુંદરતા વધારવા માટે ડુંગળીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. 

ચહેરાની ડલનેસ દુર કરી સુંદરતા વધારશે આ ઉપાય, રસોડામાં રહેલી સાવ સસ્તી વસ્તુથી મળશે પાર્લર જેવો ગ્લો

Skin Care Tips: ડુંગળી ભોજનનો સ્વાદ વધારવાનું કામ તો કરે જ છે, પરંતુ તે ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કામ લાગે છે. ડુંગળીમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે જે સ્કીન પ્રોબ્લમને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં પણ ડુંગળીને મધ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવાથી ખીલ, એક્ને, કરચલીને દુર થઇ જાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની ડલનેસ દુર થઈ જાય છે અને સુંદરતા વધે છે. તો ચાલો તમને જણાવીએ ચહેરાની સુંદરતા વધારવા માટે ડુંગળીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. 

આ પણ વાંચો:

1. સ્કીન પર થતાં ડાઘથી મુક્તિ મેળવવા માટે ડુંગળી અને મધનો રસ લગાડી શકાય છે. તેનાથી ત્વચાના ડાઘની સમસ્યાથી છુટકારો મળી જાય છે.  

2. ડુંગળીની પેસ્ટમાં મધ ઉમેરીને લગાડવાથી ચહેરાનો ગ્લો વધે છે. તેનાથી સ્કીનની ગંદકી દુર થઇ જાય છે. ડુંગળી અને મધની પેસ્ટ ટોનરનું કામ કરે છે. તેને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. તેનાથી ત્વચા પર ગ્લો આવે છે. 

3. ડુંગળીનો રસ કાઢી તેમાં મધ મિક્સ કરીને લગાવવાથી ખીલની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. ડુંગળીમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. આ પેસ્ટને 15 મિનિટ ચહેરા પર લગાવી હુંફાળા પાણી વડે ચહેરો ધોઈ લેવો.  

4.  ચહેરા પર કરચલીઓ પડવા લાગે તો ડુંગળી અને મધને લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થઇ જાય છે. જો તમે સપ્તાહમાં 3 વખત ડુંગળીનો રસ અને મધને માત્ર 15 મિનિટ સુધી લગાવો છો તો પણ કરચલીઓ ઓછી થવા લાગશે. 

5. મધ અને ડુંગળીમાં ખીલ દૂર કરવામાં પણ કારગર છે. ખીલ વારંવાર થતા હોય તો મધ અને ડુંગળીના રસમાં ઓલિવ ઓઈલ મિક્સ કરીને લગાવો.  

 

(Disclaimer: અહીં આપાવામાં આવેલી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news