બોલીવુડના આ સ્ટાર્સ કેન્સર સામે હાર્યા જિંદગીની જંગ, જુઓ Photos

ફિલ્મોમાં તમામ પ્રકારની સમસ્યાઓને હરાવનારા કલાકારો વાસ્તવિક જીવનમાં કેન્સરથી જીતી શક્યા નહીં. જીવન અને મૃત્યુ વચ્ચે જીવન હાર્યુ અને મૃત્યુ જીત્યું.

નવી દિલ્હી: બોલિવુડના તે એક્ટર્સ જેમણે પોતાની એક્ટિંગથી આપણને હસાવ્યા, રડાવ્યા, જીવનના ઘણા પાઠ ભણાવ્યા અને આજે તે આપણી વચ્ચે રહ્યા નથી. ફિલ્મોમાં તમામ પ્રકારની સમસ્યાઓને હરાવનારા કલાકારો વાસ્તવિક જીવનમાં કેન્સરથી જીતી શક્યા નહીં. જીવન અને મૃત્યુ વચ્ચે જીવન હાર્યુ અને મૃત્યુ જીત્યું. અમે બોલિવુડ તે કલાકારોની વાત કરી રહ્યા છીએ જેમનું મોત કેન્સરના કારણે થયું છે. જુઓ તસવીરો...

29 એપ્રિલ 2020ના રોજ ઇરફાન ખાને આ દુનિયાને કહ્યું અલવિદા

1/5
image

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)નું મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું છે. તે 53 વર્ષનો હતો. ઇરફાન ખાનના મોતનું કારણ કેન્સર જણાવી રહ્યાં છે.

ફિરોઝ ખાનને થયું હતું ફેફસાનું કેન્સર

2/5
image

અભિનેતા ફિરોઝ ખાને (Feroz Khan) 27 એપ્રિલ, 2009ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. ફિરોઝ ખાન ઘણા સમયથી ફેફસાના કેન્સર સામે લડી રહ્યા હતા. તેમની સૌથી લોકપ્રિય અને સફળ ફિલ્મ 1980 માં આવેલી 'કુર્બાની' છે.

વિનોદ ખન્નાનું મૃત્યુ મૂત્રાશયના કેન્સરને કારણે થયું હતું

3/5
image

બોલિવુડના પ્રખ્યાત અભિનેતા વિનોદ ખન્ના (Viond Khanna)એ પણ 27 એપ્રિલ 2017ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. વિનોદ ખન્ના બ્લેડરના કેન્સર સામે જિંદગીની જંગ હારી ગયા હતા. તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ 1988માં આવેલી 'દયવાન' હતી.

શ્યામ સુંદર કલાનીનું કેન્સરથી નિધન

4/5
image

રામાયણમાં સુગ્રીવની ભૂમિકા નિભાવી લોકપ્રિય બનેલા અભિનેતા શ્યામ સુંદર કલાની (Shyam Sundar Kalani)નું નિધન 6 એપ્રિલ 2020ના થયું હતું. તેમના મોતનું કારણ કેંસર જણાવી રહ્યાં છે.

વિજય અરોરાનું પેટના કેન્સરથી અવસાન

5/5
image

'રામાયણ'માં મેઘનાથની ભૂમિકા નિભાવનારા વિજય અરોરા (Vijay Arora)એ બોલિવુડ અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2 ફેબ્રુઆરી 2007ના રોજ પેટના કેન્સરથી તેમનું અવસાન થયું.