ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આ 3-3 જિલ્લામાં કમોસમી વરસાદ રસાતાળ કરશે! ત્રણ દિવસ મેઘો બોલાવશે ભુક્કા!

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ ગુજરાતના ખેડૂતો પર લટકતી તલવાર દેખાઈ રહી છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ સમયે મુસીબત આવી શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો. આવતી કાલથી એટલે કે 1 માર્ચથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 

1/9
image

રાજ્યાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય મોરબી અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. 

2/9
image

અંબાલાલ પટેલે વરસાદ બાદ ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રીના ભાગોમાં ઉતર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનુ જોર રહેશે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે. અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરિય પર્વતિય વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાશે. અમદાવાદ, ગાંધીનગર પવનની ગતી વધુ રહેશે, કોઈ કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે.

3/9
image

માવઠાથી કેવી રીતે ખેડૂતોને સાચવવું તેના વિશે પણ એલર્ટ આપવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા પાક પર અસરની ભીતિ છે. તો જીરુંનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસરનો ડર છે. દિવાળી પછી કેટલાક સ્થળોએ ચાર વાર માવઠું આવી ચુક્યું છે. વધુ એકવાર માવઠું આવે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલ અનુભવાતા ભેજના કારણે પાક સંકટમાં આવી શકે છે. ઉનાળુ વાવેતરના સમયે જ કમોસમી વરસાદ ઘાતક નીવડી શકે છે. 

ક્યાં ક્યાં વરસાદની આગાહી

4/9
image

આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આવી પડશે. ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.  

નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો

5/9
image

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે.   

29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કંઈક મોટું થશે

6/9
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં  લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. 

7/9
image

માછીમારો માટે પણ ચેતવણીની જાહેરાત કરતા કહ્યું છે કે, આગામી 1 માર્ચ થી 5 માર્ચ માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયામાં 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત સહિત ઉત્તર ભારત સહિત, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

8/9
image

અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે. 

અંબાલાલની ગરમીની આગાહી

9/9
image

તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.   

Gujarat daily weather reportimd ahmedabadrain forecast in gujaratGujarat Rain Newsગુજરાતમાં વરસાદના સમાચારઆજનો વેધર રિપોર્ટઉત્તર ગુજરાતમાં વરસાદગાજવીજ સાથે વરસાદસૌરાષ્ટ્રમાં વરસાદGujarat Rain forecastWhere and when will it rainMawtu in GujaratGujarat Meteorological Department ForecastFarmers Worriedcrop damageCloudy WeatherWestern DisturbanceAmbalal Patel forecastLow Pressure System ActiveFishermen Alertગુજરાત વેધરગુજરાત વરસાદ આગાહીક્યાં ક્યારે વરસાદ થશેગુજરાતમાં માવઠુગુજરાત હવામાન વિભાગ આગાહીખેડૂતો ચિંચિતપાકને નુકશાનવાદળછાયુ વાતાવરણવેસ્ટર્ન ડિસ્ટર્બન્સઅંબાલાલ પટેલ આગાહીલોપ્રેશર સિસ્ટમ સક્રિયમાછીમારોને ચેતવણીweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનGujarat Weatherrain todayahmedabad weatherpredictionGujarat Monsoon Forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગ