લોકો જોઈ રહ્યાં હતા 'સાંડ કી આંખ', અચાનક થિએટરમાં પહોંચી ગઈ તાપસી પન્નૂ- જુઓ PHOTOS

આ ફિલ્મ ઉત્તર પ્રદેશના બાગપતના જોહરી ગામની બે શૂટર દાદિઓ ચન્દ્રો તોમર (Chandro Tomar) અને પ્રકાશી તોમર (Prakashi Tomar)ની સત્ય ઘટના પર આધારિત છે. 

નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા ડાયરેક્ટર તુષાર હીરાનંદાણી  (Tushar Hiranandani)ની ફિલ્મ 'સાંડ ની આંખ (Saand Ki Aankh)' 25 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના બાગપતના જોહરી ગામની બે શૂટર દાદિઓ ચન્દ્રો તોમર (Chandro Tomar) અને પ્રકાશી તોમર (Prakashi Tomar)ની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા, પરંતુ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન જણાવી રહ્યું છે કે, આ લોકોના દિલમાં ઉતરવામાં સફળ થઈ નથી. આ કારણે તાપસી અને તુષાર લોકોના રિએક્શન જાણવા માટે થિએટર પહોંચી ગયા હતા. 

મુંબઈના સીટી મોલમાં પહોંચી તાપસી

1/5
image

મુંબઈના સીટી મોલમાં જ્યારે લોકો સાંડ કી આંખ જોઈ રહ્યાં હતા ત્યારે તાપસી પન્નૂ અને તુષાર હીરાનંદાણી ત્યાં પહોંચી ગયા હતા. 

2/5
image

તાપસીને આમ અચાનક જોઈને લોકો પણ ચોકી ગયા હતા.

ફિલ્મમાં શાનદાર અભિનયનું પ્રદર્શન

3/5
image

જો વાત અભિનયની કરીએ તો ચન્દ્રો તોમરના રોલમાં ભૂમિ પેડનેકર અને પ્રકાશી તોમરના રોલમાં તાપસી પન્નૂની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. બંન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

પેન્ટ અને શર્ટમાં જોવા મળી

4/5
image

આ દરમિયાન તાપસી પેન્ટ અને શર્ટમાં જોવા મળી. 

 

ફિલ્મમાં આ સ્ટાર્સની પણ મહત્વની ભૂમિકા

5/5
image

'સાંડ ની આંખ'માં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂ સિવાય પ્રકાશ ઝા, વિનીત કુમાર સિંહ અને પવન ચોપડાની પણ મહત્વની ભૂમિકા છે. (ફોટો સાભારઃ તમામ તસવીરો યોગેન શાહની)