સુરતના સોલંકી પરિવારને ધરમ કરતા ધાડ પડી, નજીકના જ વ્યક્તિએ દીધો દગો

surat family mass suicide : સુરતના બહુચર્ચિત સામુહિક આપઘાત મામલામાં SIT ની ટીમે મનીષ સોલંકીના બનેવી અને 9 કારીગરોના નિવેદનો લીધા છે. કોન્ટ્રાક્ટર મનીષે નજીકના જ કોઈ વ્યકિતના મનદુ:ખથી પગલું ભર્યાની આશંકા છે. હાલ પોલીસે મનીષ સોલંકીના ત્રણેય બનેવીના નિવેદન લીધા છે. તો બીજી તરફ, સુરત પોલીસની SIT ની ટીમે તપાસનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. હાલમાં ટીમે મૃતક દંપતીના બંને ફોનની કોલ ડિટેઇલ્સ પર મદાર રાખ્યો છે, જેથી તેમાં હત્યાનું કારણ મળી આવે. 
 

મનીષ સોલંકીના બનેવીના નિવેદન લેવાયા

1/7
image

હાલ સીટની ટીમ મૃતક મનીષ સોલંકી અને તેમના પત્ની બંનેના ફોનના ડિટેઈલ્સ અને મેસેજમાંથી શું મળે છે તે ફંફોસી રહી છે. તેમજ મનીષ સોલંકીના બનેવી અને 9 કારીગરોના નિવેદનો લેવાયા છે. કોન્ટ્રાક્ટર મનિષે નજીકના વ્યકિતના મનદુ:ખથી પગલું ભર્યાની આશંકા છે.

સ્યૂસાઈડ નોટમાં નામ ન લખવા પાછળનું શુ કારણ

2/7
image

હાલ સીટની ટીમ મનીષ સોલંકીના મોબાઈલની તપાસ કરી રહી છે. તેના કોલ ડિટેઈલ્સ પરથી ચોક્કસ વ્યક્તિ સુધી પગેરું પહોંચી શકે છે. સાથે જ મનોષ સોલંકીને કોઈ બહારના નહિ, પરંતુ નજીકના જ વ્યક્તિથી મનદુખ હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. જેથી તેઓએ સ્યૂસાઈડ નોટમાં નામ લખવાનું ટાળ્યું છે. મનીષ સોલંકીની અંતિમ નોટમાં ભલે કોઈના નામનો ઉલ્લેખ ન હોય, પરંતુ તેમના શબ્દો ઘણુંબધું કહી જાય છે. ફર્નિચરનું કોન્ટ્રાક્ટ લેતા મનીષ સોલંકીને નજીકના જ વ્યક્તિએ દગો કર્યો છે, આ જ આઘાતને કારણે તેઓએ પરિવાર સાથે મોત વ્હાલુ કર્યુ હતુ. સમાજમાં એ વ્યક્તિની બદનામી ન થાય તે માટે તેઓએ સ્યૂસાઈડ નોટમાં નામ લખવાનુ પણ ટાળ્યું છે. જો કોઈ બહારની વ્યક્તિએ રૂપિયા ચાંઉ કર્યા હોત તો તેમણે મુક્તમણે નામ લખ્યા હોત. હાલ તો પોલીસે મનીષ સોલંકીના ત્રણેય બનેવીના નિવેદનો લીધા છે. 

શુ બની હતી ઘટના

3/7
image

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું.

અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી

4/7
image

મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. પોતે આપઘાત કરી લેનાર મનીષ સોલંકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે તેમને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ લોકો તેમને રૂપિયા પરત આપતા ન હતા. જેથી રૂપિયા સલવાયા હોવાના કારણે પણ તેમણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ

5/7
image

મૃતક મનિષ સોલંકીએ આપઘાત નોટમાં એવું પણ લખ્યું કે જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહીં કરીએ.

પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું

6/7
image

મેં લોકો સાથે સારું વર્તન કર્યું, હું લોકોને મદદરૂપ થતો હતો, પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી. પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું, રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં, ઉપકારનો બદલો કોઈ પાછો આપતો નથી, મારી જિંદગીમાં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી, રિટાબેન તારું ધ્યાન રાખજે. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો.'

જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે

7/7
image

મનીષના કેટલાક શબ્દો બહુ જ ભારે હતા. જેમ કે, પરોપકાર, ભલમંતશાહી, દયાળુ, સત્યભાવ મને હેરાન કરી ગયું. રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં. ઉપકાર નો બદલો કોઈ પાછો આપતો નથી. મારી જિંદગીમાં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી. રિટાબેન તારું ધ્યાન રાખજે. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓના નામ લખવા નથી. જવાબદાર લોકોને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં અમને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈને હેરાન નહિ કરીએ