Akshay Tritiya 2024: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે

Akshay Tritiya 2024: આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે.

Akshay Tritiya 2024: પંચ મહાયોગમાં આજે ઉજવાશે અક્ષય તૃતીયા, 3 રાશિનું ભાગ્ય સોનાની જેમ ચમકશે

Akshay Tritiya 2024: વૈશાખ મહિનાની ત્રીજની તિથિ અક્ષય તૃતીયા તરીકે ઉજવાય છે. આ દિવસને અખાત્રીજ તરીકે પણ કેટલીક જગ્યાએ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી તેનું અક્ષય ફળ મળે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે સોના, ચાંદીની ખરીદીથી લઈને નવા કામની શરુઆત કરવામાં આવે છે. 

આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે અને શુક્રવારે ઉજવાઈ રહી છે. આજે માતા લક્ષ્મીની પૂજા કરવી શુભ ગણાય છે. આ સિવાય આ દિવસ દાન કરવા માટે પણ શુભ છે. અક્ષય તૃતીયા પર આ વર્ષે 5 શુભ યોગ બની રહ્યા છે. 

અક્ષય તૃતીયાના 5 શુભ યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાના દિવસે બુધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગ બની રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે આ 5 યોગ બનવા તે અતિ શુભ સંકેત છે. આ 5 મહાયોગ અને અક્ષય તૃતીયાનો દિવસ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. 

3 રાશિઓ માટે શુભ છે અક્ષય તૃતીયા

મેષ રાશિ

બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય યોગ, શશ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ આ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોના બધા જ કામ પૂર્ણ થશે. ધનમાં વધારો થશે. દરેક કામમાં સફળતા મળશે. વેપારમાં નફો વધશે. જે લોકોનું કામ વિદેશ સંબંધિત છે તેમને જોરદાર નફો થશે. 

વૃષભ રાશિ 

વૃષભ રાશિ માટે પણ અક્ષય તૃતીયાનો દિવસ શુભ રહેશે. દરેક કામમાં ભાગ્ય સાથ આપશે. જીવનમાં સકારાત્મકતા વધશે. ભૌતિક સુખ-સુવિધા વધશે. કારર્કિદીમાં પ્રગતિ થશે. નવી તકનો લાભ લેવો. માન-સન્માન વધશે. ઘરમાં સંપત્તિ ખરીદવાના યોગ બનશે. 

કન્યા રાશિ

કન્યા રાશિ માટે પણ અક્ષય તૃતીયાના પંચ મહાયોગ વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે. નવી નોકરી મળી શકે છે. વેપાર પણ સારો ચાલશે. સંપત્તિમાં રોકાણ કરવાથી લાભ થશે. અંગત જીવન સારું રહેશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news