Astro Tips: સંધ્યા સમયે કરશો આ કામ તો જીવનભર પસ્તાવો થશે, વર્ષો સુધી ભોગવવી પડશે ગરીબી
Astro Tips: શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
Trending Photos
Astro Tips: દરેક શુભ કામ મુહૂર્ત જોઈને કરવામાં આવે છે કારણ કે તેનાથી શુભ પરિણામ મળે છે. જો સમય બરાબર ન હોય તો કોઈપણ સારું કામ કરવાની મનાઈ હોય છે. કારણ કે ખોટા સમયે જો સારું કામ પણ કરવામાં આવે તો પણ તેનું અશુભ ફળ મળે છે.
શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે પણ કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. સંધ્યા સમયે કરેલા કેટલાક કામ જીવનમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લે છે. સંધ્યા સમયે કેટલાક કામ કરવામાં આવે તો દેવી-દેવતા નારાજ થઈ જાય છે. તેનાથી ઘરમાંથી બરકત જતી રહે છે અને પ્રગતિ અટકી જાય છે.
સૂર્યાસ્ત સમયે કયા કામ ન કરવા ?
1. સંધ્યા સમયે કોઈ વ્યક્તિને દૂધ, દહીં, છાશ આપવા નહીં. આ વસ્તુઓનો સંબંધ શુક્ર ગ્રહ અને લક્ષ્મીજી સાથે હોય છે. આ વસ્તુઓનું દાન કરવાથી કે કોઈને આપવાથી ઘરમાંથી બરકત પણ જતી રહે છે. આ ઉપરાંત સુખ, શાંતિ પણ છીનવાઈ જાય છે.
2. સંધ્યા સમયે અને ખાસ તો ગુરુવારે ભુલથી પણ કોઈને હળદર ન આપવી. હળદરનો સંબંધ ગુરુ અને ભગવાન વિષ્ણુ સાથે હોય છે. તેનાથી જીવનમાંથી સુખ, સૌભાગ્ય, ધન છીનવાઈ જાય છે. સાંજના સમયે કોઈને હળદર આપવાથી સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે.
3. સંધ્યા સમયે ઘરમાં ક્યારેય ઝાડુ કરવું નહીં. ઘરમાં સાફ સફાઈ સૂર્યાસ્ત પહેલા કરી લેવી. સંધ્યા સમયે કે રાત્રે ઝાડુ કરવાથી ઘરમાં આવતી લક્ષ્મી પણ જતી રહે છે.
4. સંધ્યા સમયે ઘરમાં અંધારું રાખવું નહીં. ખાસ તો ઘરના મખ્ય દરવાજા પાસે અંધારું ન રાખો. તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે. નિયમિત સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો.
5. સંધ્યા સમય પછી કોઈપણ વ્યક્તિને સોઈ કે મીઠું આપવું નહીં. આ વસ્તુઓ કોઈને આપવાથી જીવનમાં સમસ્યાઓ વધે છે. અને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે