ડાકોર મંદિરમાં હવે ગમે તેવા કપડા પહેરીને નહિ જઈ શકાય, મૂકાયો આ પ્રતિબંધ

Dakor Temple : યાત્રાધામ ડાકોરના મુખ્ય મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં મળશે પ્રવેશ..ભારતીય સંસ્કૃતિને અનુસાર જ પોષાક પહેરવો ફરજિયાત...દ્વારકાધીશ બાદ રણછોડરાયના દર્શન માટે યોગ્ય પોષાક જરૂરી

ડાકોર મંદિરમાં હવે ગમે તેવા કપડા પહેરીને નહિ જઈ શકાય, મૂકાયો આ પ્રતિબંધ

Gujarat Temples નચિકેત મહેતા/ડાકોર : ગુજરાતના દ્વારકા મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ઠાકોરના ડાકોરના દર્શન કરતા હોય છે. ત્યારે હવે ડાકોર મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે. 

ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ
ડાકોર ટેમ્પલ કમિટીના રવીન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય છે. દ્વારકાધીશ મંદિર બાદ ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 15, 2023

મંદિર બહાર નોટિસ લગાવાઈ
ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવતી નોટિસ મંદિરમાં લગાવાઇ છે. ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે. આ પ્રકાર લખાણ વાળી નોટિસ મંદિરમાં લગાવવામાં આવી છે.

ગુજરાતના કયા મંદિરોમાં છે આવો પ્રતિબંધ
હજી એ દિવસ પહેલા જ પ્રસિદ્ધ દ્વારકા મંદિર પર ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવાયો છે. આ પહેલા બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. તો શામળાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના મોહમાં, ફેશનેબલ  દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ થાય છે. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. દેશના અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર ૮૦ ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. તો વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે કોઈ ભાવિક મીની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાક મંદિરોમાં પીતાંબર અને ધોતીની  વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામા આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news