ચોમાસાનો ત્રીજો રાઉન્ડ કહેર બની ત્રાટકશે, આગામી 24 કલાક પછી વરસાદનો અસલી ખેલ શરૂ થશે

Gujarat Weather Forecast : ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાની તોફાની બેટિંગ:મંગળવારથી હજુ વરસાદનું જોર વધશે... રાજ્યમાં 18 જુલાઈથી વધશે વરસાદનું જોર... દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... માછીમારોને પણ દરિયો ન ખેડવા અપાઈ સૂચના...

ચોમાસાનો ત્રીજો રાઉન્ડ કહેર બની ત્રાટકશે, આગામી 24 કલાક પછી વરસાદનો અસલી ખેલ શરૂ થશે

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોસામાનો ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે. ત્યારે હવેથી રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજના દિવસે હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. પરંતું 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. અમદાવાદમાં છૂટાછવાયો અને થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. 

રાજ્યમાં સિઝનનો કુલ 60 ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતા છે. 18 જૂલાઇ બાદ રાજ્યમાં વરસાદી જોર વધશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. અમદવાદમાં છૂટોછવાયો વરસાદ રહે તેવી શક્યતા છે. દક્ષિણ UP તરફના સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ રહેશે.મહત્વનુ છે કે રાજ્યમાં સિઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ ધીરે ધીરે ગુજરાત નજીક પહોંચી રહી છે. જેથી ગુજરાતમાં ફરી એકવાર વરસાદની જોર વધશે. ન માત્ર જોર વધશે, પરંતું ભારે વરસાદ પૂર જેવી સ્થિતિ લાવશે. ખાસ કરીને હવે દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ વરસાદ ગતિ કરશે. આ માટે એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આ સિસ્ટમ હવે ગુજરાત પર કહેર બનીને વરસશે. 17 જુલાઈથી વરસાદ વધશે, અને 18 જુલાઈથી વરસાદનું તાંડવ જોવા મળશે. આ ચોમાસાનો ત્રીજો રાઉન્ડ છે. દક્ષિણ મધ્ય ઉત્તરપ્રદેશ પર બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ દિવસોમા રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ તૂટી પડશે. 

હવામાન વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ વરસાદ નોઁધાયો. તો સુરતના પલસાણામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. રાજ્યના આઠ તાલુકામાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 18 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 41 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો. રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 31 તાલુકામાં વરસાદ નોંધાયો. સવારે બે કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં વરસાદ નોંધાયો. સુરતના બારડોલીમાં સૌથી વધુ વરસાદ એક ઇંચ કરતા વધુ પડ્યો. 

પાવાગઢમાં ધોધમાર વરસાદ 
આજે વહેલી સવારે પાવાગઢ ખાતે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી સાંજથી વહેલી સવાર સુધી પાવાગઢમાં ભારે વરસાદ તૂટી પડ્યો. વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી વહેતી હોય એવા દ્રશ્યોનો વીડિયો વાયરલ થયો છે. વરસાદી માહોલને લઈ રોપ વે સેવા એક તબક્કે બંધ કરવાની ફરજ પડી હતી. રોપ વે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયાં મારફતે નીચે ઉતર્યા હતા. પગથિયાં ઉપર વહેતાં પાણીમાં તકલીફ અને જોખમ વચ્ચે ભક્તો મોજને અનેરા આનંદની લાગણી થઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news