પાવાગઢ દર્શન કરવા જતા ભક્તો માટે સારા સમાચાર : હવે નિજ મંદિર સુધી રોપ-વે બનશે

Gujarat Tourism : પાવાગઢ મંદિરમાં વડીલો છેક મંદિર સુધી રોપ-વેમાં બેસીને પહોંચી શકશે, હવે રોપ-વે મંદિર સુધી લંબાવવામાં આવશે, દુધિયા તળાવથી નિજ મંદિર સુધીના 449 પગથિયા નહિ ચઢવા પડે 

પાવાગઢ દર્શન કરવા જતા ભક્તો માટે સારા સમાચાર : હવે નિજ મંદિર સુધી રોપ-વે બનશે

Pavagadh Temple પંચમહાલ : પાવાગઢ દર્શન કરવા જતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. હવે મહાકાળી માતાજીના મંદિર સુધી રોપ-વેમાં જઈ શકશે. માતાજીના મંદિર સુધી પહોંચવા માટે રોપ-વેને લંબાવવાની મંજૂરી મળી છે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ સ્થાનિક સ્તરેથી મંજૂરની રાહ જોવાઈ રહી છે. હાલ પાવાગઢમાં માત્ર દુધિયા તળાવ સુધી રોપ-વે જાય છે. રોપ-વે બાદ મંદિર સુધી પહોંચવા માટે 449 પગથિયા ચડવા પડે છે. 

449 પગથિયા નહિ ચઢવા પડે
હાલ પાવાગઢ મંદિરમાં માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે છે. આવામાં બીમાર, અશક્ત, વૃદ્ધોને નિજ મંદિર સુધી દર્શન કરવા માટે ભારે તકલીફનો સામનો કરવો પડે છે. દૂધિયા તળાવથી નિજ મંદિર સુધી 449 પગથિયા છે. આ 449 પગથિયા અશકત,વૃધ્ધો અને બિમાર લોકો માટે ચડવા મુશ્કેલ હોવાથી તેઓ રોપ-વે જયાં સુધી જાય છે. ત્યાંથી જ દર્શન કરીને પાછા ફરે છે. જો નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો આવા લોકો પણ સરળતાથી દર્શન કરી શકશે. 

મંદિર સુધી લંબાવાશે રોપવે
પાવાગઢ મહાકાળી મંદિર સુધી રોપ-વેને લંબાવવાની મંજૂરી મળી ગઈ છે.  કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરીટીએ પાવાગઢમાં રોપ-વેને છેક મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. આ પછી એક જોઇન્ટ મોનીટરીંગ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ સ્થળ તપાસ તાજેતરમા કરી લીધી છે અને રોપ વેને લંબાવવાની મંજૂરી આપી દીધી છે. 

રોપ-વે એક્સટેન્શન થશે
હવે દુધીયા તળાવથી આગળ છેક મંદિર સુધી રોપ-વે જાય તે માટે બે તબક્કામાં આગામી બે મહિનામાં રૂ. 100 કરોડના રોકાણ સાથે કામગીરી હાથ ધરાશે તેવું સુત્રોનું કહેવું છે. મંદિરની બાજુમાં નવુ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ મંદિર સુધી રોપ-વે રાઈડ કરી શકશે. આ નવી રાઈડની એક કેબિનમાં 8 વ્યક્તિ બેસી શકશે. આવી 8 કેબિન મૂકાશે. નવા રોપ-વેની કેબિન ઓસ્ટ્રીયા દેશથી મંગાવવામાં આવશે ને તે અત્યંત આધુનિક અને ઓટોમેટિક હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news