Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 5 શુભ યોગનું સંયોગ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ

Falgun Ganesh Chaturthi 2024: ફાગણ મહિનાની શુક્લ પક્ષની ચર્તુર્થી તિથિ 13 માર્ચ 2024 ના રોજ છે. આ વિનાયક ચતુર્થી પર 5 શુભ યોગોનો એકદમ ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જેથી ભગવાન ગણેશની પૂજા કરવાથી અનેકગણું ફળ મળશે. 

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર 5 શુભ યોગનું સંયોગ,  જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ

Vinayaka Chaturthi 2024: હિંદુ ધર્મમાં તમમા ચતુર્થી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જોકે દર મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર વ્રત રાખવામાં આવે છે. ભગવાન ગણેશની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ફાલ્ગુન માસના શુક્લ પક્ષની ચર્તુર્થી એટલે કે વિનાયક ચર્તુર્થી 13 માર્ચ બુધવારના રોજ છે. માન્યતા છે કે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી દરેક દુખ દર્દમાંથી છુટકારો મળે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ વખતે વિનાયક ચતુર્થી પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં ગણેશજીની પૂજા કરવાથી અનેકગણું ફળ મળી શકે છે. 

વિનાયક ચતુર્થી 2024 તિથિ
હિંદુ કેલેન્ડર મુજબ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 13 માર્ચના રોજ સવારે 2:33 વાગ્યાથી શરૂ થાય છે અને 14 માર્ચના રોજ સવારે 1:26 વાગ્યે સમાપ્ત થાય છે. દયા તિથિના આધારે વિનાયક ચતુર્થી વ્રત 13 માર્ચે છે. ફાલ્ગુન ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાનો શુભ સમય 13 માર્ચે સવારે 11:06 થી બપોરે 01:33 સુધીનો છે. જ્યારે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રોદયનો સમય 13 માર્ચે સવારે 08:22 કલાકે અને ચંદ્રાસ્તનો સમય રાત્રે 09:58 કલાકે રહેશે.

વિનાયક ચતુર્થી પર શુભ યોગ
માર્ચ મહિનામાં ગણેશ ચતુર્થીના દિવસે અનેક શુભ સંયોગો સર્જાઇ રહ્યા છે. આ ગણેશ ચતુર્થી 13 માર્ચ બુધવારે છે. બુધવાર માત્ર ભગવાન ગણેશને સમર્પિત છે. આ રીતે બુધવારે આવતી ચતુર્થી તિથિ બેવડો લાભ આપે છે. આ ઉપરાંત 13 માર્ચે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને ઈન્દ્ર યોગ પણ રચાઈ રહ્યા છે. રવિ યોગ સવારે 06:33 થી સાંજના 06:24 સુધી છે. જ્યારે ઈન્દ્ર યોગ સવારથી મોડી રાત સુધી 12.49 વાગ્યા સુધી છે. આ સાથે સવારે 6.41 સુધી અમૃત સિદ્ધિ યોગ છે. આ યોગોમાં ગણેશજીની પૂજા કરવાથી અપાર લાભ મળે છે.

ગણેશ પૂજા વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. આ સાથે ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવું જોઈએ. આ માટે વિનાયક ચતુર્થીના દિવસે સવારે સ્નાન કરો અને પીળા કે લાલ રંગના વસ્ત્રો પહેરો. પછી ભગવાનનું સ્મરણ કરીને વ્રતનો સંકલ્પ લો.  ત્યારબાદ લાકડાની ચોકડી પર લાલ અથવા પીળા રંગનું કપડું ફેલાવો અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરો. ત્યારબાદ ગણપતિ બાપ્પાને જળ, ફૂલ, માળા, દુર્વા, અક્ષત, સિંદૂર, ચંદન અને પવિત્ર દોરો અર્પણ કરો. મોદક, બૂંદીના લાડુ અને મોસમીનો ભોગ ચઢાવો. ઘીનો દીવો પ્રગટાવો. ગણેશ ચાલીસા વાંચો. ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો. વ્રત કથાનું વાંચન કરો અને પછી અંતે આરતી કરો. ચંદ્ર દર્શન બાદ જ વ્રતના પારણા કરો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news