લવ મેરેજ કરવા હોય તો આ અક્ષરવાળા છોકરા સાથે કરજો, બને છે ખૂબ જ સારા લાઈફ પાર્ટનર

Astrology: જ્યોતિષમાં કેટલાક વિશેષ અક્ષરો કહેવામાં આવ્યા છે. જે છોકરાઓનું નામ આ અક્ષરોથી શરૂ થાય છે તે તેમની પત્ની અથવા પ્રેમી માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

લવ મેરેજ કરવા હોય તો આ અક્ષરવાળા છોકરા સાથે કરજો, બને છે ખૂબ જ સારા લાઈફ પાર્ટનર

Astrology: હવે લોકો લગ્ન કરતાં પહેલાં જ્યોતિષની સલાહ અવશ્ય લેશે. કુંડળી ચેક કરીને લોકો લગ્ન કરે છે.  આજે અમે એવા છોકરાઓ વિશે જણાવીશું, જે ખૂબ સારા લાઈફ પાર્ટનર બને છે. તેઓ પોતાની પત્નીને ન માત્ર પ્રેમ કરે છે, પરંતુ તેની નાની નાની ખુશીનો ખ્યાલ પણ રાખે છે. જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના નામનાં પહેલા અક્ષરના માધ્યમથી તેની ખૂબીઓ અને ખામીઓ બતાવવામાં આવે છે. માત્ર નામના પહેલા અક્ષરથી ખબર પડી જાય છે કે, તે વ્યક્તિનું ભવિષ્ય કેવુ હશે. તેઓ કેવા લાઈફ પાર્ટનર સાબિત થશે. 

R અક્ષરથી શરૂ થતુ નામ
જે છોકરાઓનું નામ R અક્ષરથી શરૂ થાય છે, તેમને ગુસ્સો જલ્દી આવે છે. પરંતુ પોતાના પાર્ટનરને અનહદ પ્રેમ કરે છે. હંમેશા તેમના પ્રત્યે વફાદાર રહે છે. તેમની નાનામાં નાની ખુશીનું ધ્યાન રાખે છે. પોતાના પાર્ટનર માટે ખૂબ જ કેરિંગ હોય છે. અને હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. 

V અક્ષરથી શરૂ થતુ નામ
જે છોકરાઓનું નામ V અક્ષરથી શરૂ થાય છે તેઓ પોતાના પાર્ટનરને મેળવવા કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. આવા છોકરાઓ લવ મેરેજ કરવાનું વધુ પસંદ કરે છે. તેઓ રોમેન્ટિક હોય છે અને પાર્ટનરની ભાવનાઓની ખૂબ જ કાળજી રાખે છે.  

A અક્ષરથી શરૂ થતુ નામ
એવા છોકરાઓ જેનું નામ A અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાની પત્નીને અસીમ પ્રેમ કરે છે. તેના માટે પોતાનો જીવ કુર્બાન કરવા તૈયાર હોય છે એટલુ જ નહીં તેની દરેક નાની મોટી વાતનું ધ્યાન રાખે છે. પત્નીની ખુશી માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.

K અક્ષરથી શરૂ થતુ નામ
એવા છોકરાઓ જેનુ નામ K પરથી શરૂ થાય છે, તેઓ પોતાના સાથીને ખૂબ જ વફાદાર હોય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાના જીવનસાથીનો સાથ આપે છે. તેમના માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર રહે છે.

P અક્ષરથી શરૂ થતુ નામ
જે છોકરાઓના નામ P અક્ષરથી શરૂ થાય છે, તેઓ પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરે છે. આખી જિંદગી પોતાના જીવનસાથીના ચહેરા પર ખુશી રાખવા માટે તત્પર હોય છે. આવા છોકરાઓનું સેન્સ ઓફ હ્યુમર સારુ હોય છે. એટલુ જ નહીં તેની સાથે હસતા-રમતા ક્યારે જિંદગી પસાર થઈ જાય ખબર નથી પડતી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK આ અંગેની પુષ્ટિ કરતુ નથી.)

આ પણ વાંચો:
IPL 2023, Qualifier 1: આજે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news