Dhanteras Upay 2023: આજે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો આમાંથી કરો આ કામ, થઇ જશો ન્યાલ

Dhanteras: હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દિવાળી પહેલા ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે અમુક વસ્તુની ખરીદી શુભ માનવામાં આવે છે. લોકો માં લક્ષ્મીની વિશેષ પૂજા કરે છે. 
 

Dhanteras Upay 2023: આજે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો આમાંથી કરો આ કામ, થઇ જશો ન્યાલ

Dhanteras Upay in Gujarati: ધનતેરસને ધન ત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર ધનતેરસ આસો માસની વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનતેરસ 22 તથા 23 ઓક્ટોબર બંને દિવસે મનાવવામાં આવશે. માન્યતા છે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધનવંતરી દેવતાઓને આયુર્વેદના પ્રવર્તક માનવામાં આવે છે. જાણો ધનતેરસના દિવસે ક્યા ઉપાયો કરવાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે. 

1. વાસણ-
ધનતેરસના દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે. પરંતુ આ દિવસે પીતળના વાસણ ખરીદવા જોઈએ અને તેને પોતાના ઘરની પૂર્વ દિશામાં રાખવા જોઈએ. 

2. રોકાણ-
ધનતેરસના દિવસે રોકાણ કરવું લાભકારી માનવામાં આવે છે. આ દિવસે ધન સંબંધિત જે કાર્ય કરવામાં આવે છે તે પૂરા થાય છે અને શુભ ફળ મળવાની માન્યતા છે. 

3. ધાણાના બીજ-
ધનતેરસના દિવસે ધાણાના બીજને ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે ધાણા સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ધાણાના બીજને માં લક્ષ્મીને અર્પિત કર્યા બાદ તિજોરીમાં રાખવા જોઈએ. 

4. ચાંદી-
ધનતેરસના દિવસે ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. ચાંદીને પણ ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રમા મનને શાંતિ પ્રદાન કરે છે. તેવામાં મનને શાંત રાખવા માટે ચાંદીની ગમે તે વસ્તુ ખરીદી શકો છો. 

5. દીવાનું દાન-
ધનતેરસના દિવસે દીપદાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે સાંજે મુખ્ય દ્વાર પર 13 દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે મુખ્ય દીવો રાત્રે સુવા સમયે પ્રગટાવવામાં આવે છે અને તે દીવો દક્ષિણ દીશા તરફ પ્રગટાવવો જોઈએ. દક્ષિણ દિશા યમની દિશા હોય છે. 

6. ગોમતી ચક્ર- 
ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્રની ખરીદી શુભ માનવામાં આવે છે. આ ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધી પોતાની તિરોરી કે ધનના સ્થાન પર રાખો. 

7. સોળ શ્રૃંગારનો સામાન-
ધનતેરસના દિવસે પરણિત મહિલાઓને શ્રૃગાંરનો સામાન આપવો શુભ માનવામાં આવે છે. આ સિવાય લાલ રંગની રાડી અને સિંદૂરનું દાન કરવું પણ શુભ માનવામાં આવ્યું છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતા પ્રમાણે છે. ZEE 24 KALAK કોઈ દાવો કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news