ગિરનાર અમારો છે! ગિરનારના દત્તાત્રય શિખર પર ચોક્કસ સમુદાયના સૂત્રોચ્ચાર, વીડિયો આવ્યો સામે

Junagadh News : ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેયના શિખર મામલે ફરિ વિવાદ..એક સમુદાયના લોકોએ ગિરનાર અમારો છે એવા સૂત્રોચ્ચાર કરતા પૂજારીએ પોલીસમાં કરી અરજી... 

ગિરનાર અમારો છે! ગિરનારના દત્તાત્રય શિખર પર ચોક્કસ સમુદાયના સૂત્રોચ્ચાર, વીડિયો આવ્યો સામે

Girnar News અશોક બારોટ/જુનાગઢ : જૂનાગઢમાં જૈન અને હિન્દુ દેવસ્થાનનો વિવાદ ફરી વકર્યો છે. દત્તાત્રેય શિખરની જગ્યામાં સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. એક સંઘના આશરે 250 વ્યક્તિઓ દત્તાત્રેય શિખર પર પહોંચ્યા હતા. જેમાં તેઓએ ‘ગિરનાર અમારો છે’ ના નારા લગાવ્યા હતા. હાલ દત્તાત્રય શિખરમાં કરાયેલા સુત્રોચ્ચાર આખી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ચોક્કસ સમુદાયના લોકોએ દતાત્રેય શિખરની જગ્યામાં સુત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે દત્તાત્રય શિખરના પુજારીએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. સાથે જ ભગવાન દત્તાત્રયના ચરણ પાદુકાને નુકસાન પહોંચાડવાના આક્ષેપો કરાયા છે. નામદાર કોર્ટનો મનાઈ હુકમ હોવા છતા ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર ગિરનારમાં કરાયા છે. ત્યારે હાલ અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટના બાદ સનાતની સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનારમાં દત્તાત્રેયના મંદિરમાં હોબાળો મચાવીને ચોક્કસ સમુદાયના લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ દતાત્રેય ભગવાનની ચરણ પાદુકા પાસે રહેલ ખુરશીનો ઘા કરી ચરણ પાદુકાને નુકશાન કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. આ અંગે કૈલાસ પુરોહિત દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. હમ ગિરનાર લેકે રહેંગે, તો ગિરનાર અમારો છે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 2, 2023

 

તેમણે ઘટના વિશે જણાવ્યું કે, 200 થી 250 જેટલા લોકો દત્તાત્રેય ગુરુ શિખર પર આવ્યા હતા. અને તેમાંથી અમુક લોકો દ્વારા પૂજારી પર હુમલો કરવામાં આવ્યો હતો તેમાં ગુરુ દત્તાત્રે મંદિરમાં પાદુકાઓ પર ખુરશીઓનો ઘા કરવામાં આવ્યો હતો. અને ઇષ્ટદેવ દત્તાત્રેય ભગવાનની મૂર્તિ ને પણ નુકસાન કરવાનો પ્રયાસ કરાયો હતો. નામદાર હાઇકોર્ટ દ્વારા કોઈપણ ધર્મની લાગણી દુભાય એવા જયઘોષ ન કરવા હુકમ પણ કરવામાં આવ્યો છે. ત્યારે અવાર નવાર જઈનો દ્વારા ખોટી ફરિયાદો કરી સાધુ સમાજ અને હિન્દુ સાધુઓને બદનામ કરવામાં આવે છે.

ત્યારે હાલ મંદિર પરિષદમાં લગાવાયેલા નારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news