અંબાલાલ કાકાએ ભારે કરી! ગુજરાતમાં વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડશે, જાણી લો ક્યાં ભુક્કા બોલાવશે

Ahmedabad Rain Alert: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની એલર્ટ જાહેર કરી છે

અંબાલાલ કાકાએ ભારે કરી! ગુજરાતમાં વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની મજા બગાડશે, જાણી લો ક્યાં ભુક્કા બોલાવશે

Ahmedabad Weather News: ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ અને નવરાત્રીની મજા બગાડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની પ્રથમ મેચની મજા બગાડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે.

હવામાન કેવું રહેશે?
અંબાલાલના જણાવ્યા અનુસાર 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું આકાશ અને વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7મીએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 7 થી 26 ઓક્ટોબર દરમિયાન 3 ચક્રવાત સર્જાશે. 7મી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જે 10મીથી 14મી તારીખની વચ્ચે ગંભીર ચક્રવાત બની શકે છે. બાદમાં 17 થી 20 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા 3 ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદી સિઝન રહેશે.

ગુજરાતમાં નર્મદા ડેમની જળ સપાટી
નર્મદા ડેમની જળ સપાટી 138.06 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 56,654 ક્યુસેક છે, જ્યારે RBPHમાંથી પાણીનો પ્રવાહ 42,000 ક્યુસેક છે. નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. આ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં ભારે વરસાદ થયો છે, સિઝનનો લગભગ 100 ટકા વરસાદ થયો છે, જેના કારણે નર્મદા ડેમના દરવાજા 17 દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા, અને હવે આજે નર્મદા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે, જેમાં 128 તાલુકાઓમાં 100 ટકા અને 4 તાલુકાઓમાં 60 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ ચિંતા સર્જી છે, કેટલીક જગ્યાએ પૂર અને કેટલાક સ્થળોએ ડેમ તૂટેલા જોવા મળ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news