આવતીકાલે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ : અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Bhadavari Poonam Melo :  ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ,,, પાંચ દિવસમાં 31 લાખથી વધુ માઈભક્તોએ કર્યાં મા જગદંબાના દર્શન,,, ઝી 24 કલાક પર જુઓ આજે દિવસભર મેળાનું મહાકવરેજ લાઈવ

આવતીકાલે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ : અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ambaji Temple  પરખ અગ્રવાલ/અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતી કાલે મેળાનો છેલ્લો દિવસ રહેશે. પાંચ દિવસમાં અત્યાર સુધી ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. આજે છઠ્ઠા દિવસે પણ અંબાજી મંદિર સહિત અંબાજીના માર્ગોને જોડાૉતા અંબાજી નગરમાં પદયાત્રીનું મોટું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. આજે પણ મોટી સંખ્યામાં લાલ રંગની 52 ગજવાળી મોટી ધજાઓ સમગ્ર અંબાજી પંથકમાં લહેરાતી જોવા મળી રહી છે. 

અંબાજી મંદિરમાં પણ ગત રાત્રિએ 501 દીવા ચાચરચોકમાં ઝળહળતા જોવા મળ્યા છે. અંબાજી મંદિરમાં દીવડાની ઝામખઝોળ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજીમાં વર્ષ-2023 નો ભાદરવી પૂનમનો મેળો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે આટલી સંખ્યામાં પગપાળા પહોંચી ભરાતો મેળો કોઈ સ્થળે નથી. અંબાજીમાં જ ભાદરવી પૂનમનો મેળા દરમિયાન 40 લાખ જેટલા પદયાત્રીઓ સાત દિવસમાં પહોંચતા હોય છે. 

ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે દિવસે 10 લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. 5 દિવસમાં સાડા 30 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. 5 દિવસમાં માતાજીના મંદિરે 2240 ધજાઓ ચઢી છે. 5 દિવસમાં સાડા 12 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. અત્યાર સુધી અંબાજી મંદિરમાં દાન ભેટની આવક 1.53 કરોડ રૂપિયા થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news