Trigrahi yog 2023: મકર રાશિમાં ત્રણ ગ્રહોનું મહામિલન, ચમકી જશે 4 રાશિના જાતકોનું ભાગ્ય

Surya Rashi Parivartan 2023: સૂર્ય સહિત ઘણા ગ્રહ જાન્યુઆરી મહિનામાં રાશિ પરિવર્તન કરવાના છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર પડશે. જાણો આ લિસ્ટમાં કઈ રાશિ સામેલ છે. 

Trigrahi yog 2023: મકર રાશિમાં ત્રણ ગ્રહોનું મહામિલન, ચમકી જશે 4 રાશિના જાતકોનું ભાગ્ય

નવી દિલ્હીઃ Surya Gochar 2023: સૂર્યનું ગોચર મકર રાશિમાં 14 જાન્યુઆરીની રાત્રે થશે. તેવામાં મકર સંક્રાતિ 14 જાન્યુઆરીએ છે અને પુણ્ય કાલ 15 જાન્યુઆરીએ થશે. મકર રાશિમાં સૂર્ય, શનિ અને શુક્રનો ત્રિગ્રહી યોગ બનશે. મકર રાશિમાં બનનાર ત્રિગ્રહી યોગ ઘણી રાશિઓની ભાગ્ય ચમકાવી શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં આર્થિક પ્રગતિની સાથે ધન લાભનો યોગ બનશે. જાણો સૂર્યના મકર રાશિમાં જવાથી કઈ રાશિના જાતકોને થશે લાભ....

વૃષભ રાશિઃ સૂર્યના મકર રાશિમાં આવવાથી વૃષભ રાશિના જાતકોને સકારાત્મક પરિણામ મળશે. આ રાશિના જાતકોને કરિયર તથા વ્યવસાયમાં ખાસ કરીને લાભ થશે. આવકમાં વૃદ્ધિનો યોગ છે. ઉત્સાહ તથા સાહસમાં વૃદ્ધિ થશે. પાર્ટનરના સહયોગથી કાર્યમાં ધન લાભ થઈ શકે છે. યાત્રાનો યોગ બની શકે છે. 

મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું મકર રાશિમાં જવું લાભકારી રહેશે. કાર્યસ્થળ પર તમારા માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આર્થિક મામલામાં લાભ મળશે. માનસિક તણાવ દૂર થશે. લવ લાઇફમાં સુધાર થશે. પિતાના સહયોગથી ધન લાભનો યોગ બનશે. 

કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે મકર રાશિમાં સૂર્યનું આવવું શુભ રહેશે. તમને જીવનસાથીનું સાનિધ્ય મળશે. જે વસ્તુની જરૂર પડશે, તે ઉપલબ્ધ થશે. નોકરીના સંબંધમાં તમને સારા સમાચાર મળી શકે છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ભાગીદારીના મામલામાં સારો નફો થશે. 

વૃશ્ચિક રાશિઃ સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન વૃશ્ચિક રાશિ માટે શુભ રહેશે. કરિયરમાં તમને નવા અવસર પ્રાપ્ત થશે. રોજગાર શોધી રહેલા લોકોને શુભ સમાચાર મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. વાણી પર સંયમ રાખો. ભાઈ-બહેનોનો સહયોગ મળશે. રોકાણનો લાભ ભવિષ્યમાં મળશે. 

મકર રાશિઃ સૂર્યનો પ્રવેશ મકર રાશિમાં થવાથી આ જાતકોને સૌથી વધુ લાભ થશે. કોઈ જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. પ્રગતિના નવા માર્ગ ખુલશે. પરંતુ આ સમયમાં કોઈ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. પાર્ટનરનો સહયોગ મળશે. 

(આ લેખમાં આપવામાં આવતી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news