Rahu Ketu: 30 ઓક્ટોબરથી રાહુ-કેતુ આપવા આવી રહ્યાં છે ગુડ ન્યૂઝ, પ્રમોશનની સાથે મળશે સત્તાનું સુખ

Rahu ketu gochar 2023: સરકારી નોકરી અને મીડિયા અથવા સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં કાર્ય કરનાર લોકો માટે નવેમ્બર અને ડિસેમ્બરનો મહિનો ખુબ સારો રહેશે. આ લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે. 

Rahu Ketu: 30 ઓક્ટોબરથી રાહુ-કેતુ આપવા આવી રહ્યાં છે ગુડ ન્યૂઝ, પ્રમોશનની સાથે મળશે સત્તાનું સુખ

Rahu Ketu Gochar Effects: 30 ઓક્ટોબર 2023ના રાહુનો મીન રાશિમાં પ્રવેશ થશે અને તે સાથે કેતુનો કન્યા રાશિમાં. બંને ગ્રહોના આ રાશિ પરિવર્તન ધન રાશિને ઘણી દ્રષ્ટિએ ગુડ ન્યૂઝ આપવાના છે. નોકરી કરનાર લોકોનું કોઈ મોટા પદ પર પ્રમોશન થઈ શકે છે. રાજનીતિના ક્ષેત્રમાં સક્રિય લોકોને સત્તાનું સુખ મળી શકે છે. આ રાશિના લોકોનું માન સન્માન થશે અને દૂર-દૂર સુધી યશ-કીર્તિ ફેલાશે. 

સરકારી નોકરી અને મીડિયા અથવા સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં કાર્ય કરતા લોકો માટે નવેમ્બર અને ડિસેમ્બરનો મહિનો ખુબ સારો રહેશે. આ લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થશે, આર્થિક મજબૂતી પણ મળશે અને કોઈ ને કોઈ માધ્યમથી અપેક્ષા કરતા વધુ ધન પ્રાપ્તિ થશે. તમારા અટવાયેલા કાર્યો પૂરા થવાની સાથે કાર્યક્ષેત્રમાં તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. 

સંપત્તિમાં રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. તમારા રોકાણની રકમ ડબલ થશે. શેર માર્કેટમાં વધુ નફો મળવાના સંકેત આવી રહ્યાં છે. વેપારીઓ માટે નવેમ્બર અને ડિસેમ્બરનો મહિનો સારો રહેવાનો છે, તમે કારોબારમાં વિસ્તાર કરી શકશો.

વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા મળશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છો તો તેમાં સફળતા મળશે. જે લોકો કુંવારા છે તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવશે, પ્રેમી કપલ માટે આ સમય સારો રહેવાનો છે, સંબંધ આગળ વધશે. 

ઘર પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન કે જીવનસાથી જે કોઈ કારણોસર અત્યાર સુધી નારાજ છે તે તમારા પર પ્રસન્ન રહેશે. પરિવારમાં માંગલિક કાર્યક્રમ સંપન્ન થશે. તમે કોઈ તીર્થ યાત્રા પર પણ જઈ શકો છો. સંતાનના ખોટી સંગતમાં પડવાનો ભય પણ છે, તેથી તે મામલામાં સાવચેતી રાખવી પડશે. તમે કોઈ વિદેશ યાત્રા પર પણ જઈ શકો છો. પિતા માટે આ વર્ષ સારૂ રહેવાનું છે. જીવનસાથીની સાથે સંબંધોમાં સુધાર થશે. 

સ્વાસ્થ્યના મામલામાં આવનારો સમય સામાન્ય રહેશે. કોઈ મોટી બીમારીની સંભાવના નથી. આગળ પણ તબીયત સારી રહે તે માટે તમારે હવામાન અનુસાર ચાલવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news