October Eclipse: ઓક્ટોબરમાં સૂર્ય અને ચંદ્રગ્રહણથી આ 3 રાશિને ચાંદી-ચાંદી!
Solar and Lunar Eclipse in 2023: ઓક્ટોબર મહિનો ખુબ જ ખાસ સંયોગ લઈને આવ્યો છે. આ મહિનામાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્નેનો અનોખો સંયોગ છે. જાણો આનાથી કઈ રાશિનું કિસ્મત બદલાઈ જશે.
Trending Photos
Solar and Lunar Eclipse in 2023: ઓક્ટોબર મહિનો કેટલીક રાશિના જાતકોનું જીવન બદલી નાંખે તેવા ફેરફાર લઈને આવી રહ્યો છે. અલબત્ત ઓક્ટબરનો પ્રારંભ તો થઈ ચુક્યો છે અને તેની સાથે જ વિવિધ રાશિના જાતકોના જીવન પર પણ એની અસર શરૂ થઈ ચુકી છે. કારણકે, આ મહિનામાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્ને જોવા મળશે. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી, ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે, પરંતુ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તેનું મહત્વપૂર્ણ મહત્વ છે.
ધાર્મિક માન્યતાઓની વાત કરવામાં આવે તો આપણાં શાસ્ત્રો મુજબ હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રને દેવ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેને દેવતાઓ માટે મુશ્કેલી તરીકે જોવામાં આવે છે. આ વર્ષનું છેલ્લું સૂર્ય અને ચંદ્રગ્રહણ ઓક્ટોબરમાં થવાનું છે. આ બંને ગ્રહણ આ વર્ષે બીજી વખત થશે.
સૂર્ય અને ચંદ્રગ્રહણ-
ગ્રહણની દૃષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહિનામાં બે ગ્રહણ જોવા મળશે. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે જ્યારે આ મહિનાની 29 તારીખે ચંદ્રગ્રહણ થશે.
રાશિચક્રના ચિહ્નો-
સૂર્ય અને ચંદ્રગ્રહણની આપણાં જીવન પર વિશેષ અસર પડે છે. તેની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. ઓક્ટોબરમાં થનારા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણને કારણે કઈ રાશિઓની કિસ્મત ચમકશે...એ પણ જાણી લઈએ...
તુલા-
ઓક્ટોબરમાં સૂર્ય અને ચંદ્રગ્રહણની અસરને કારણે તુલા રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલાં કામો પણ પાર પડી જશે. આ સમયગાળા દરમિયાન તમને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે. સાથે જ ઘણા સારા સમાચાર પણ સાંભળવા મળશે.
મિથુન-
મિથુન રાશિના જાતકો માટે ઓક્ટોબરમાં થનારું સૂર્ય અને ચંદ્રગ્રહણ પોજિટિવ રિઝલ્ટ લઈને આવશે. ખાસ કરીને નોકરિયાત વર્ગને આ બન્ને ગ્રહણથી ખુબ લાભ થશે. ગ્રહણની અસરને કારણે મિથુન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારીઓને પણ મોટો લાભ થઈ શકે છે.
સિંહ-
સિંહ રાશિના લોકો માટે સૂર્ય અને ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ રહેશે.આ સમય દરમિયાન ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે, જેના કારણે બગડેલા કામ ફરીથી થવા લાગશે. ઓફિસમાં તમને મોટી જવાબદારી મળી શકે છે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે