ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા માટે અહીં દોડતા આવે છે લોકો, ભૂલથી પણ ઘરે લઇ ન જતા પ્રસાદ

hanuman Temple: રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક મહેંદીપુર બાલાજી આવેલું છે. બે પહાડીઓની વચ્ચે બનેલું આ મંદિર લોકોમાં ઘણું મહત્વ ધરાવે છે. ભક્તિની સાથે અંધશ્રદ્ધાના ઉદાહરણો પણ અહીં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે લોકો કહે છે કે બાલાજી મંદિરમાં ઉપરી પવન, દુષ્ટ આત્માઓ અને ભૂત-પ્રેતથી છુટકારો મળે છે.

ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા માટે અહીં દોડતા આવે છે લોકો, ભૂલથી પણ ઘરે લઇ ન જતા પ્રસાદ

Balaj Temple: હનુમાનજીના લાખો પ્રસિદ્ધ મંદિરોમાંથી એક મહેંદીપુર બાલાજી રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું છે. બે પહાડીઓની વચ્ચે બનેલું આ મંદિર લોકોમાં ઘણું મહત્વ ધરાવે છે. અહીં ભક્તિની સાથે શ્રદ્ધાના ઉદાહરણો પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે બાલાજી મંદિરમાં ઉપરી પવન, દુષ્ટ આત્માઓ અને ભૂત-પ્રેતથી છુટકારો મળે છે.

અહીંની સાંકડી શેરીઓ તમને હનુમાનજીની ભક્તિમાં લીન કરી દે છે. હનુમાનજીના મંદિરની સાથે જ એક રામ મંદિર પણ છે, જ્યાં ભગવાન શ્રી રામ અને ભગવતી સીતાની સુંદર મૂર્તિઓ છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે.

મેહદીપુર બાલાજી ધામની ગણના ભગવાન હનુમાનની 10 મુખ્ય સિદ્ધપીઠોમાં થાય છે. એવી માન્યતા છે કે આ સ્થાન પર હનુમાનજી જાગૃત અવસ્થામાં બિરાજમાન છે. ભક્તોમાં મહેંદીપુર બાલાજીને દુષ્ટ આત્માઓથી છુટકારો મેળવવા માટે દૈવી શક્તિથી પ્રેરિત શક્તિશાળી મંદિર માનવામાં આવે છે.

મંદિર પાસે પ્રસાદી વેચતા વેપારીએ જણાવ્યું હતું કે "અહીં ઘણા લોકો આવે છે જેમને ભૂત વળગ્યું હોય છે. રાત્રે 10 વાગ્યે મંદિર બંધ થઈ જાય પછી તેઓ ધર્મશાળા પાછા ફરે છે." આ સાચું છે કે ઢોંગ? "મને ખબર નથી કે તે ખરેખર ભૂત છે કે લોકો એમ જ કરે છે. 

અન્ય એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું હતું કે "એ વાત બિલકુલ સાચી છે કે લોકોમાં ભૂત-પ્રેત હોય છે અને લોકો અહીં આવે છે અને સંપૂર્ણ સાજા થઈ જાય છે. તેની અસર 4-5 દિવસમાં જોવા મળે છે. હું ગેરંટી આપું છું કે અહીં આવ્યા પછી, તમામ પ્રકારના ભૂત અને ધૂણવાનું બંધ થઇ જાય છે. મંદિરમાં પ્રસાદ વિશે તેઓ કહે છે, "અહીં માત્ર પ્રસાદ જ ચઢાવવામાં આવે છે અને પૈસાનો ઉપયોગ થતો નથી."

પ્રસાદને ઘરે લઈ જવા અંગે તેઓ કહે છે કે, "અહીંથી પ્રસાદ ઘરે લઈ જવામાં આવે તો તેની સાથે ભૂત-પ્રેતનો ભય રહે છે, તેથી અહીંથી પ્રસાદ લઇ જવો જોઈએ નહી." જો કે, નિષ્ણાતો આનો સંપૂર્ણ ઇનકાર કરે છે. જાણીતા મનોચિકિત્સક કહે છે, "કેસો વિવિધ પ્રકારના હોય છે, દરેકની સારવાર અલગ-અલગ રીતે કરવામાં આવે છે. લોકો એવું વિચારતા હોય છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે. મોટાભાગના કેસો માનસિક બીમારીને કારણે થાય છે."

તે કહે છે, "આમ કેમિકલ ઇમ્બેરેસનાને કારણે થાય છે, જે આપણા નિયંત્રણમાં નથી. આ એક ભાગ છે, બીજો ભાગ એ છે કે આપણે જે બેકગ્રાઉન્ડમાંથી છીએ, કલ્ચરમાંથી છીએ. તમારી આસપાસના સોશિયલ નેટવર્ક્સ છે. તે લોકોની અંદર મજબૂત વિશ્વાસ હોય છે તો તે તમારી અંદર પણ એ જ વિશ્વાસ આવવાની ટેંડેંસી વધી જાય છે. 

તેમણે કહ્યું, "જો તમે એવી જગ્યાએ ઉછર્યા છો જ્યાં મોટાભાગે ભૂત પ્રેત પર વિશ્વાસ કરે છે, તમારી આસપાસના લોકો વિચારે છે કે તે તમે પણ વિચારવા લાગો છો." "શ્રદ્ધાનું પોતાનું મહત્વ છે, પરંતુ વિશ્વાસની સાથે વ્યક્તિએ તથ્યોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણવું જોઈએ, જેથી જો કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તેને ઉકેલ મળી શકે."

બાલાજી મંદિરમાં આરતી અને ઢોલ વગાડતી વખતે આ વસ્તુઓ વધુ સક્રિય બને છે. આનું કારણ શું છે? આ સવાલ પર તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આવું કંઈ થાય. હું માનું છું કે સામાજિક ધોરણો તેના પર નિર્ભર છે. જે વસ્તુઓ આપણા મગજમાં રહે છે, આપણને ખ્યાલ આવે છે કે તે જ વસ્તુ આપણી સામે થઈ રહી છે."

તેમણે કહ્યું, "ખરેખર, વિશ્વાસ પોતાનામાં એક મજબૂત પાસું છે. વિશ્વાસનું પોતાનું મહત્વ છે, પરંતુ દરેક કેસની બીજી બાજુ હોય છે. કેટલાકને તબીબી સારવારથી પણ સાજા કરી શકાય છે." આ વિષય પર ભક્તોની અલગ-અલગ વિચારધારા છે. કેટલાક લોકો માનસિક બિમારીને આવી માન્યતાનું કારણ માને છે જ્યારે કેટલાક લોકો કહે છે કે આ બધું સંપૂર્ણ રીતે સાચું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેનો કોઇપણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news