YouTube માંથી થેલા ભરીને કમાણી કરવાનો મોકો, આવી ગયું રૂપિયા કમાવવાનું નવું ફીચર

YouTube New Features: લોકપ્રિય વિડિયો કન્ટેન્ટ પ્લેટફોર્મ YouTube એ લાખો કન્ટેન્ટ સર્જકો માટે કમાણીનો નવો વિકલ્પ રજૂ કર્યો છે. આ નવી સુવિધાએ પોડકાસ્ટર્સ માટે પૈસા કમાવવા માટે નવા દરવાજા ખોલ્યા છે.

YouTube માંથી થેલા ભરીને કમાણી કરવાનો મોકો, આવી ગયું રૂપિયા કમાવવાનું નવું ફીચર

YouTube Studio: ગૂગલની માલિકીના વિડિયો કન્ટેન્ટ પ્લેટફોર્મ યુટ્યુબે (Youtube) નવા મોનેટાઈઝેશન સુવિધાની જાહેરાત કરી છે. આ નવા ફીચરથી સર્જકોની કમાણી વધશે. આ સુવિધા પ્લેટફોર્મ પર પોડકાસ્ટ બનાવતા સામગ્રી સર્જકોને લાભ કરશે. આ નવા ફીચરની મદદથી યુટ્યુબ પર પોડકાસ્ટ અને બ્રાન્ડેડ કન્ટેન્ટ શેર કરવાનો સ્કોપ વધવા જઈ રહ્યો છે.

તાજેતરના સમયમાં પોડકાસ્ટ વધુને વધુ લોકપ્રિય બન્યું છે. જેનાથી લોકોને કોઈપણ વિષય વિશે વિગતવાર જાણવાની તક મળે છે, અને કોઈ ચોક્કસ વિષયમાં દર્શકો અને શ્રોતાઓની રુચિ પણ વધે છે. હવે YouTube આ પોડકાસ્ટને ઘણા પ્લેટફોર્મ્સ પર શેર કરવાનો વિકલ્પ આપી રહ્યું છે, જે સર્જકો માટે કમાણી કરવાનું સરળ બનાવશે.

 

હવે તમે આ પ્લેટફોર્મ પર પણ શેર કરી શકો છો
YouTube પર કન્ટેન્ટ સર્જકો હવે તેમના પોડકાસ્ટને માત્ર YouTube પર જ નહીં પણ YouTube Music પર પણ પ્રકાશિત કરી શકે છે. આ રીતે, સર્જકો માટે YouTube સંગીતમાંથી પણ કમાણી કરવાનો માર્ગ ખુલશે. યુટ્યુબ મ્યુઝિક પર કન્ટેન્ટ સર્જકોને તેમના ઓડિયો પોડકાસ્ટને લાખો વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાની તક મળશે.

યુટ્યુબ મ્યુઝિક પર પોડકાસ્ટ હવે ઓન-ડિમાન્ડ, ઓફલાઇન અને બેકગ્રાઉન્ડ સાંભળવા માટે પણ ઉપલબ્ધ હશે. આનો અર્થ એ છે કે પોડકાસ્ટર્સને જાહેરાતો સાથે વધુ કમાણી કરવાની તક મળશે. આ ઉપરાંત, વધુ સબ્સ્ક્રાઇબર્સ પણ પોડકાસ્ટને ઍક્સેસ કરી શકશે.

ફેન ફંડિગમાંથી થશે કમાણી
જાહેરાતો ઉપરાંત, YouTube સર્જકોને તેમના પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન અને ફેન ફંડિગ દ્વારા કમાણી કરવાની તક પણ આપે છે. આ સિવાય લાઇવ સ્ટ્રીમ દરમિયાન સુપર ચેટ દ્વારા પણ YouTube પરથી કમાણી કરવામાં આવે છે. પોડકાસ્ટ દ્વારા કમાણી કરવા માટેના આ તમામ વિકલ્પો YouTube Music પર પણ ઉપલબ્ધ હશે. ચાહકો સબ્સ્ક્રિપ્શન દ્વારા એક્સક્લુસિવ કન્ટેન્ટનો લાભ લઈ શકશે. આ સિવાય લાઈવ સ્ટ્રીમમાં સુપર ચેટ દ્વારા પણ કમાણી કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news