આ વર્ષે રામનવમી હશે અત્યંત ખાસ, સર્જાશે 5 અતિ દુર્લભ સંયોગ, જે કરશે આ કામ તેના ઘરમાં ભરાશે ધનના ભંડાર

Ram Navami 2023: રામનવમીના દિવસે પાંચ અતિ દુર્લભ સંયોગ સર્જાશે. જેમાં અમૃત સિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય યોગ, શુભ યોગ, સર્વાર્થ સિદ્ધિયોગ અને રવિ યોગ બની રહ્યો છે. જેના કારણે આ દિવસે કરેલું દરેક કાર્ય સફળ થશે. 

આ વર્ષે રામનવમી હશે અત્યંત ખાસ, સર્જાશે 5 અતિ દુર્લભ સંયોગ, જે કરશે આ કામ તેના ઘરમાં ભરાશે ધનના ભંડાર

Ram Navami 2023: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે ભગવાન રામ નો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ હોય છે કારણ કે તે દિવસે ચૈત્ર મહિનાની નવરાત્રી નો અંતિમ દિવસ હોય છે. આ દિવસે ભગવાન રામની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023 ના રોજ ઉજવાશે. જોકે આ વર્ષની રામનવમી ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે પાંચ અતિ દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યા છે. 

આ પણ વાંચો:

રામ નવમીનું શુભ મુહૂર્ત

હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે રામ નવમી 29 માર્ચ 2023ની રાત્રે 9 કલાક અને 7 મિનિટથી શરૂ થઈ જશે. જે 30 માર્ચ રાત્રે 11:30 સુધી રહેશે. ભગવાન રામની પૂજા કરવાનું મુહૂર્ત સવારે 11:17 થી બપોરે  1:46 સુધી રહેશે. 

રામ નવમીના શુભ સંયોગ

રામનવમીના દિવસે પાંચ અતિ દુર્લભ સંયોગ સર્જાશે. જેમાં અમૃત સિદ્ધિ યોગ, ગુરુ પુષ્ય યોગ, શુભ યોગ, સર્વાર્થ સિદ્ધિયોગ અને રવિ યોગ બની રહ્યો છે. જેના કારણે આ દિવસે કરેલું દરેક કાર્ય સફળ થશે. 

રામ નવમીના દિવસે કરો આ કામ

રામનવમી ના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને નિત્ય કર્મ કરીને સ્નાન કરી લેવું. ત્યાર પછી ભગવાન શ્રીરામને કેસરવાળા દૂધથી સ્નાન કરાવો અને 108 વખત ॐ શ્રીં હ્રીં ક્લીં રામચંદ્રાય શ્રીં નમઃ મંત્રનો જાપ કરો અને સાથે જ રામાયણનો પાઠ કરો. પાઠ કરો તે દરમિયાન એક વાટકીમાં ગંગાજળ રાખવું અને પાઠ કર્યા પછી આ ગંગાજળને આખા ઘરમાં છાંટી જેવું જેથી વસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news