ચૈત્રી નવરાત્રી દરમિયાન કરો દુર્ગા સપ્તશતી પાઠ, નિયમ અનુસાર આ અનુષ્ઠાન કરનારની દરેક ઈચ્છા થાય છે પુરી
Chaitri Navratri 2023 : કહેવાય છે કે આ દિવસો દરમિયાન માતા દુર્ગા ધરતી પર પોતાના ભક્તો વચ્ચે આવે છે અને તેમના ઉપર પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે. તેથી ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
Trending Photos
Chaitri Navratri 2023 : ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવાથી ઘર પરિવાર પર મા દુર્ગાની કૃપાદ્રષ્ટિ હંમેશા રહે છે. કહેવાય છે કે આ દિવસો દરમિયાન માતા દુર્ગા ધરતી પર પોતાના ભક્તો વચ્ચે આવે છે અને તેમના ઉપર પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નવરાત્રીમાં નવ દિવસ દુર્ગા સપ્તશતીનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ સિવાય જીવનમાં આવતી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. આ સિવાય જીવનમાં તમે કોઈ સમસ્યાને લઈને જયંત હોય તો તમે નીચે દર્શાવ્યા અનુસારના ઉપાયો રામનવમી સુધીમાં કરી શકો છો.
આ પણ વાંચો:
જ્યોતિષશાસ્ત્રમાં દુર્ગા સપ્તશતી પાઠ કરવાના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. આ પાઠ ભગવતીમાં આદ્યશક્તિની સ્તુતિ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક આ પાઠ વાંચે છે તેના જીવનના કષ્ટ દૂર થઈ જાય છે. જ્યોતિષ નિષ્ણાંતોનું તો કહેવું છે કે દુર્ગા સપ્તશતીનો પાઠ વિધિ વિધાનથી અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે.
દુર્ગા સપ્તશતી પાઠ કરતી વખતે આ વાતનું રાખો ધ્યાન
- આ પાઠ કરો ત્યારે શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું. સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી કુશના આસન પર બેસીને આ પાઠ કરવો જોઈએ. સાથે જ આ પાઠ કરો ત્યારે હાથથી પગને સ્પર્શ કરવો નહીં.
- પાઠ શરૂ કરતા પહેલા પુસ્તકને લાલ રંગના કપડા પર રાખો અને તેના ઉપર ફૂલ અને ચોખા ચડાવો તેને પ્રણામ કરો અને પછી જ તેને વાંચવાનું શરૂ કરો.
- નવરાત્રીમાં આ પાઠ કરતા પહેલા અને પછી નર્વાણ મંત્ર "ઓં એં હ્રીં ક્લીં ચામુડાંયે વિચ્ચે"નો જાપ કરવો જોઈએ.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર દુર્ગા સપ્તશતી પાઠમાં એક એક શબ્દનું ઉચ્ચારણ સ્પષ્ટ રીતે કરવું જોઈએ. એક પણ શબ્દનો પ્રયોગ ખોટી રીતે કરવો નહીં કારણ કે તે ખૂબ જ જરૂરી છે કે દરેક શબ્દને સાચી રીતે બોલવામાં આવે.
- પાઠ કરતી વખતે મનને શાંત અને સ્થિર ર રાખવું જેથી બગાસા આવે નહીં. પાઠ કરતી વખતે બગાસા ખાવા આળસ દર્શાવે છે.
- જો કોઈ કારણોસર તમે આ પાઠને પૂરા ન કરી શકો તો સપ્તશતી પાઠમાં છેલ્લે આપેલા કુંજીકા સ્ત્રોત નો પાઠ કરવો. અને માતાને પૂજા સ્વીકાર કરવાની પ્રાર્થના કરવી.
- પાઠ પૂરો થાય પછી દુર્ગા માતા સામે હાથ જોડીને પાઠ દરમિયાન થયેલી ભૂલચૂકની ક્ષમા જરૂરથી માંગવી.
નોંધ- (આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. જેની ઝી ન્યુઝ પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે