હેક થયું ફેમસ સાળંગપુર હનુમાન મંદિરનું Facebook પેજ, ધર્મના બદલે ફિલ્મોની ક્લિપ મૂકાઈ

ગઈ કાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ હેકરે ફેસબૂક એકાઉન્ટ હેક કર્યું છે. હેકરે અન્ય ફોટો અને વીડિયો કષ્ટભંજન મંદિરના ફેસબુક પેજ પર વીડિયો અપલોડ કર્યાં છે 

હેક થયું ફેમસ સાળંગપુર હનુમાન મંદિરનું Facebook પેજ, ધર્મના બદલે ફિલ્મોની ક્લિપ મૂકાઈ

રઘુવીર મકવાણા/બોટાદ :સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર (salangpur hanuman) નું ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. ગઈ કાલે સાંજે 7.30 વાગ્યાની આસપાસ હેકરે ફેસબૂક એકાઉન્ટ હેક કર્યું છે. હેકરે અન્ય ફોટો અને વીડિયો કષ્ટભંજન (Kastabhanjan Dev Salangpur Mandir) મંદિરના ફેસબુક પેજ પર અનેક વીડિયો અપલોડ કર્યા છે. મંદિરના કોઠારી દ્વારા જિલ્લા પોલીસ વિભાગમાં આ વિશે જાણ કરી છે.

નર્મદાનાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું, ગરુડેશ્વરનું નર્મદેશ્વર મંદિર પાણીના વહેણમાં આખેઆખું તૂટ્યું

સાળંગપુર ખાતે આવેલ પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું ફેસબુક પેજ હેક થઇ ગયું છે. જોકે, હેકરે આ પેજને હેક કરીને અજીબ હરકત કરી હતી. મંદિરના પેજ પર વીડિયો અને હોલિવુડના ફિલ્મની ઓડિયો ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી. પેજ પર દુર્ઘટનાગ્રસ્ત વિમાનના રેસ્ક્યૂની કામગીરીની ફોટો મૂકાયા હતા. ત્યારે આ મામલે મંદિરે મેનેજમેન્ટ દ્વારા બોટાદ જિલ્લા પોલીસ વડાને અરજી આપી કાયદેસરની કાર્યવાહીની માંગણી કરાઈ છે. હેક થયેલ પેજ પરની પોસ્ટમાં કેટલાક લોકો આ પેજ હેક થઇ ગયું છે તેવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ... 

સાળંગપુર કષ્ટભંજનદેવ મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, કષ્ટભંજનદેવ મંદિરનું ફેસબુક પેજ સાંજ હેક થયું છે. ભક્તો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ટ્વિટર, ઇન્ટાગ્રામ દ્વારા કષ્ટભંજનદેવના દર્શનનો લાભ લઇ શકે છે. ફેસબુક પેજ હેક થવા મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીને પગલે અનેક લોકો ઓનલાઈન દર્શન કરી રહ્યાં છે, જેઓને આવી ક્લિપ દેખાતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news