લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં ફરીથી ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ચીની સૈનિકોએ વાતચીતથી અલગ થઈને મૂવમેન્ટ આગળ વધારી. પેન્ગોંગ ઝીલના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની ગતિવિધિનો ભારતીય સેનાએ વિરોધ કર્યો. રિપોર્ટ મુજબ સેનાએ ચીનને આગળ વધવા દીધુ નહીં. ભારતે આ વિસ્તારમાં તૈનાતી વધારી દીધી છે. આ ઘર્ષણ થવા છતાં ચુશુલમાં બ્રિગેડ કમાન્ડર લેવલની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. 

લદાખમાં ફરીથી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: ભારત અને ચીન (India and China)  વચ્ચે પૂર્વ લદાખ (Ladakh) માં ફરીથી ઘર્ષણ (Clash)  થયું હોવાના અહેવાલ છે. લદાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં  ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. આ ઘર્ષણ 29-30 ઓગસ્ટની રાતે થયું હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય સૈનિકોએ પણ ચીની સૈનિકોની આ ઘૂસણખોરી સામે જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ નથી. ચીનની ચાલાકી જોઈને ભારતીય સેના સંપૂર્ણ અલર્ટ છે. ચીન એક બાજુ વાતચીતનું નાટક કરે છે અને બીજી બાજુ ઘૂસણખોરીની કોશિશ કરે છે. 

આ ઝડપ એવા સમયે થઈ છે કે જ્યારે બંને દેશો વચ્ચે સરહદે તણાવ ઓછો કરવા માટે વાતચીતનો દોર ચાલુ છે. રક્ષા મંત્રાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવાયું છે કે ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉક્સાવ્યાં. ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો. 

સરકારના નિવેદન મુજબ "29/30 ઓગસ્ટની રાતે ચીની સૈનિકોએ પૂર્વમાં બનેલી સહમતિનો ભંગ કર્યો." ચીની સેનાએ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાની ફરીથી એકવાર કોશિશ કરી. પેન્ગોંગ ઝીલના દક્ષિણ કિનારે ચીની સેના હથિયારો સાથે આગળ વધી તો ભારતીય સેનાએ તેમને રોક્યા અને પાછળ ખદેડી મૂક્યા. 

— ANI (@ANI) August 31, 2020

પીઆઈબીના જણાવ્યાં મુજબ ભારતે ઘર્ષણવાળી જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે. 

પેન્ગોંગનો દક્ષિણી કિનારો સામાન્ય રીતે ચુશુલ સેક્ટર તરીકે ઓળખાય છે. મેમાં જ્યારથી અહીં તણાવ શરૂ થયો છે ત્યારથી આ વિસ્તારમાં સૈનિકોની હાજરી ઘણી વધી ગઈ છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે તાજા ઘર્ષણ બાદ ચુશુલમાં સૈનિકોની ભારે તૈનાતી કરાઈ છે. 

અનેક દોરની વાતચીત બાદ પણ પૂર્વ લદાખમાં તણાવ ઓછો થવાનું નામ લેતો નથી. ભારતીય સેનાનું સ્પષ્ટ સ્ટેન્ડ છે કે ચીને એપ્રિલવાળી સ્થિતિ બહાલ કરવી જોઈએ. સૈન્ય સ્તરની વાતચીત ઉપરાંત વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કો ઓર્ડિનેશને પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કમ્પલીટ ડિસએન્ગેજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયા છે પરંતુ ગ્રાઉન્ડસ્તરે તેની કોઈ અસર જોવા મળતી નથી. 

નોંધનીય છે કે ગલવાન ખીણમાં 15-16 જૂનની રાતે પણ આ જ રીતે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લોહીયાળ ઘર્ષણ થયું હતું. જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. આ ઝડપમાં ચીનના પણ 43 જેટલા સૈનિકો માર્યા ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news