Shani Nakshatra Gochar 2023: ગણતરીના કલાકોમાં શનિદેવ રાહુના નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિવાળા 7 મહિના સુધી ધનમાં આળોટશે

Shani Nakshatra Gochar 2023: ન્યાયના દેવ ગણાતા શનિદેવ 15મી માર્ચથી શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિ દેવ આ નક્ષત્રમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે આ નક્ષત્રમાં શનિ દેવના રહેવાથી છ રાશિઓને ખુબ જ ધનલાભ થશે. આગામી સાત મહિના સુધી આ રાશિઓ પર પૈસાનો વરસાદ થશે.

Shani Nakshatra Gochar 2023: ગણતરીના કલાકોમાં શનિદેવ રાહુના નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિવાળા 7 મહિના સુધી ધનમાં આળોટશે

Shani Nakshatra Gochar 2023: ન્યાયના દેવ ગણાતા શનિદેવ 15મી માર્ચથી શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિ દેવ આ નક્ષત્રમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે આ નક્ષત્રમાં શનિ દેવના રહેવાથી છ રાશિઓને ખુબ જ ધનલાભ થશે. આગામી સાત મહિના સુધી આ રાશિઓ પર પૈસાનો વરસાદ થશે. શનિના શતભિષા નક્ષત્રમાં પ્રવેશથી કઈ રાશિના જાતકોને લાભ થશે તે જાણો....

મેષ રાશિ
નવો વેપાર શરૂ કરવા માટે સમય ખુબ અનુકૂળ છે. પહેલેથી વેપાર કરતા લોકો માટે આ સમયગાળો આર્થિક લાભ લઈને આવી શકે છે. શનિ મહારાજ પોતાની જ મૂળ ત્રિકોણ રાશિમાં શતભિષા નક્ષત્રમાં હાજર રહેશે. પરિણામ સ્વરૂપે મેષ રાશિના જાતકોને ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે. તમે પ્રત્યેક કામમાં સફળતા મળશે. 

મિથુન રાશિ
વિદેશમાં અભ્યાસ કે નોકરી  કરવાના સપના જોતા લોકોની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કરિયર મામલે ખુબ જ શુભ પરિણામ મળશે. જો કે શનિદેવ દ્વારા કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે. આથી મહેનત કરવાથી જરાય ન ગભરાઓ. હાથ આવેલી તક ન છોડો. ધનલાભના પ્રબળ યોગ છે. 

સિંહ રાશિ
શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ કરિયરમાં સફળતા, કામયાબી અને નોકરીમાં બદલીના સંકેત આપે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારી ઓફર મળી શકે છે. બિઝનેસ કરનારા જાતકો માટે પણ શનિદેવનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ પરિણામ આપશે. રૂપિયા-પૈસા અને સંપત્તિ સંલગ્ન લાભ મળશે. 

તુલા રાશિ
રાહુના નક્ષત્રમાં શનિનો પ્રવેશ તુલા રાશિવાળાની કરિયરમાં શુભ પરિણામ આપશે. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો ખુબ જ શુભ  રહેવાનો છે. પોતાનો વેપાર ધંધો કરતા જાતકોને મોટો ધનલાભ થાય તેવા સંકેત છે. આવકના સ્ત્રોત પણ વધતા જોવા મળી રહ્યા છે. જો કે પૈસા કમાવવા માટે ક્યારેય શોર્ટકટનો ઉપયોગ કરવો નહીં. 

ધનુ રાશિ
શનિનું આ નક્ષત્ર ગોચર ધનુ રાશિવાળા માટે પણ શુભ રહેવાનો છે. તમને પ્રત્યેક કાર્યમાં સફળતા મળશે. નોકરીયાતોને નોકરીમાં પદોન્નતિ અને આવકમાં વૃદ્ધિ મળી શકે છે. મનગમતી નોકરી મેળવવામાં સફળતા મળી શકે છે. વેપાર કરનારા જાતકો માટે પણ આ સમયગાળો સકારાત્મક પરિણામ લઈને આવશે અને સારો ધનલાભ થશે. 

મકર રાશિ
શનિ મકર રાશિનો સ્વામી છે અને શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ મકર રાશિના વેપારીઓ માટે ખુબ લાભકારી સિદ્ધ થશે. તમારા કાર્ય-વેપારનો વિસ્તાર થશે. મોટા પાયે આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવના છે. આ સમયગાળામાં શરૂ કરાયેલા કાર્ય, વેપાર લાંબા સમય સુધી લાભ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news