Akshaya Tritiya 2023: આ અખાત્રીજે 'વણજોયું મુહૂર્ત' છતાં પણ લગ્ન નહીં થાય!, ખાસ જાણો કારણ

જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર ગુરુ ગ્રહને કન્યા માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે તેજ રીતે  શુક્ર ગ્રહને પુરુષ માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે.

Akshaya Tritiya 2023: આ અખાત્રીજે 'વણજોયું મુહૂર્ત' છતાં પણ લગ્ન નહીં થાય!, ખાસ જાણો કારણ

જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર ગુરુ ગ્રહને કન્યા માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે. તેજ રીતે  શુક્ર ગ્રહને પુરુષ માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે. માટેજ દેવગુરુ બૃહસ્પતિના એટલે ગુરુ ના ઉદય અને અસ્ત થવાથી તે સમય ના શુભ અશુભ કાર્ય પર ખુબ જ અસર પડે છે  જેથી ખાસ કરીને લગ્ન જેવા માંગલિક કાર્ય માં  તો ગુરુ શુક્ર અસ્ત હોય ત્યારે નિષેધ ગણાય છે. 

હવે જ્યારે ગુરુ અસ્ત થવાના છે   તારીખ  1 એપ્રિલ 2023ના રોજ સાંજે 07 વાગ્યા થી મીન રાશિમાં અસ્ત થશે. ત્યાર બાદ દેવગુરુ બૃહસ્પતિ  મે ના પહેલા સપ્તાહમાં મેષ રાશિમાં ઉદિત થશે, જેના કારણે  આ સમય દરમિયાન કોઈપણ લગ્ન થશે નહિ તેમજ અનેક શુભ અને માંગલિક કાર્યો પણ નહિ કરાય. આમ અખાત્રીજ 22 એપ્રિલ 2023 ના રોજ આવે છે આમ તેને પણ વણ જોયું મુહર્ત  કહેવાય છતાં પણ ગુરુ અસ્ત હોવાથી આ દિવસે પણ લગ્ન નહીં થાય. 

હવે 4 મે 2023થી લગ્ન માટે મુહૂર્ત  ફરી શરૂ થઈ જશે જે 27 જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે . આ દિવસથી ચાર મહિના માટે બધા જ શુભ  માંગલિક કાર્યો  વિરામ થઈ જશે. આ પ્રમાણે પહેલી એપ્રિલથી મેં 4 મે 2023  સુધી લગ્ન  તેમજ કોઈપણ શુભ માંગલિક કાર્ય માટે સારું મુહર્ત નહીં રહે.

દિવસની શરૂઆત કરો આ કામ સાથે, હંમેશા મળશે સફળતા, સુખ-સમૃદ્ધિમાં પસાર થશે જીવન
 
"ગુરુ અસ્ત માં કેમ લગ્ન થતાં નથી"
 જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહ શુભ ગ્રહ  હોવા ને કારણે જયારે ગુરુ ગ્રહ અસ્ત થાય છે એટલે કે સૂર્ય ની નજીક આવે છે ત્યારે ગુરુ ગ્રહ ની આ સ્થિતિ તેના શુભ ફળો માં અછત નું કારણ બને છે અને માનવી  ને  શુભ ફળો મેળવવા માં અવરોધો નો સામનો કરવો પડે છે.  આવા માં કોઈ પણ શુભ અને માંગલિક  કાર્ય માં ઝડપ થી  શુભ ફળ નથી મળતું અને કોઈ પણ કાર્ય ને સફળ બનાવા માટે વ્યક્તિ ને વધારે કઠિનાઈ નો સામનો કરવો  પડે છે. જેથી  પ્રાચીન કાળથી  ગુરુ અસ્ત હોય તે સમય દરમ્યાન  શુંભ અને માંગલિક કાર્યો ટાળવામાં આવે છે .

(સાભાર- જ્યોતિષી ચેતન પટેલ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news