Shanidev: શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે

શનિની ચાલથી કેટલીક બર્થડેટવાળા માટે આવનારા 230 દિવસ શાનદાર સાબિત થશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહેશે મહેરબાન...

Shanidev: શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે, પદ-પ્રતિષ્ઠા વધશે

શનિની ચાલ વ્યક્તિનું ભાગ્ય પલટી શકે છે. અંક રાશિફળ દ્વારા પણ પ્રેમ, જીવન, કરિયર, વેપાર, સ્વાસ્થ્ય અને આર્થિક જીવનની જાણકારી મેળવી શકાય છે. અંક જ્યોતિષમાં નંબર 8ને શનિનો અંક ગણવામાં આવે છે. વર્ષ 2024ને જોડીએ તો (2+0+2+4=8) ભાગ્યાંક નીકળે છે. આવામાં 2024નું વર્ષ શનિનું વર્ષ ગણવામાં આવે છે. શનિની ચાલથી કેટલીક બર્થડેટવાળા માટે આવનારા 230 દિવસ શાનદાર સાબિત થશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહેશે મહેરબાન...

મૂળાંક 5
મહિનાની 5, 14, 23 તારીકોમાં જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. આવનારા 230 દિવસ મૂળાંક 5 વાળા માટે લકી રહેવાનો છે. આ વર્ષે તમે ખુબ ટ્રાવેલ કરશો. વિદેશ પ્રવાસના યોગ પણ છે. તમારી ફાઈનાન્શિયલ સિચ્યુએશન સ્ટ્રોંગ રહેશે. ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની પણ જરૂર છે. 

મૂળાંક 6
મહિનાની 6, 15, 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. આવનારા 230 મૂળાંક 6 વાળા માટે શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રમોશનના યોગ બને છે. આર્થિક સથિતિ સ્ટેબલ રહેશે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. લવ લાઈફમાં રોમાન્સ જળવાશે. સેલ્ફ લવ પર ફોકસ કરો. 

મૂળાંક 7
મહિનાની 7, 16, 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. મૂળાંક સાત વાળા માટે આવનારા 230 દિવસ લાભકારી સાબિત થઈ શકે છે. તમારા અટવાયેલા કામો ગતિ પકડશે. સિંગલ લોકો રિલેશનશીપમાં આવી શકે છે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને સ્ટ્રેસથી બચો. કરિયરમાં થોડા ઘણા ઉતાર ચડાવ નોર્મલ છે. 

મૂળાંક 8
મહિનાની 8, 17, 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. જે લોકોનો મૂળાંક 8 હોય તેમના માટે આવનારા 230 દિવસ ખુબ જ ફાયદાકારક ગણાશે. તમારા માટે કોઈ નવા કામની શરૂઆત કરવી ખુબ લાભકારી રહેશે અને વ્યવસાયમાં પણ ખુબ લાભ મળશે. જોબ શોધી રહેલા લોકોને ગૂડ ન્યૂઝ મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news