ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે
Most Polluted City : દક્ષિણ એશિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ-સુરત ટોચ પર ... પ્રદૂષણથી થતા રોગમાં મૃત્યુઆંક પણ અમદાવાદ-સુરતમાં સૌથી વધુ.. મહાનગરોની હવા ઝેરી બની રહી હોવાનો કરાયો દાવો...
Trending Photos
Ahmedabad News : ગુજરાતએ ઉદ્યોગોનું હબ કહેવાય છે. અહીં લગભગ દરેક જિલ્લામાં કંપનીઓ આવેલી છે. ગુજરાતમાં આવતા મોટા રોકાણને કારણે ગુજરાતનો હરણફાળ વિકાસ થાય છે. પરંતુ આ જ ઉદ્યોગો ગુજરાતમાં લોકોના મોતનું કારણ બની રહ્યાં છે. આ ઉદ્યોગો એટલી હદે પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે કે તેનાથી હવે લોકોના જીવ પર જોખમ આવી ગયું છે. દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ અને સુરત શહેર ટોચ પર મૂકાયા છે. આ કારણે આ શહેરો રોગોનું ઘર બની ગયા છે.
દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વીય એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી થતા વહેલા રોગો અને તેનાથી થતા મૃત્યુમાં અમદાવાદ શહેર ટોચ પર આવી ગયું છે. WHO ના રિપોર્ટ અનુસાર, 29 એપ્રિલના રોજ અમદાવાદમાં પ્રદૂષિત એવા પીએમ 2.5 નું પ્રમાણ સામાન્ય કરતા 2.2 ગણું વધારે જોવા મળ્યું હતું. તેમાં પણ સુરત શહેરને તો દર વર્ષે સ્વચ્છ સિટીનું ટેગ મળતુ રહે છે, છતાં જો આ હાલત હોય તો શું કહેવું.
પ્રદૂષણને કારણે વધતા પીએમ 2.5 ના કણો આખા શરીરમાં નુકસાન ફેલાવે છે. જેના કારણે દક્ષિણ અને પૂર્વીય એશિયામાં લાખો લોકો પ્રદૂષણના શિકાર બની રહ્યાં છે. લોકોને સમય કરતા વહેલુ મોત આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, એશિયાના 18 શહેરોમાં વાયુ પ્રદૂષણ ફૂલ્યુંફાલ્યું છે. જેને કારણે એક કરોડે 21000 હજાર લોકો ગંભીર રીતે તેનો શિકાર બની રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષમાં તેના પ્રમાણમાં વધારો થયો છે.
એશિયાના જે શહેરોમાં પ્રદૂષણ છે, તેમાં દર વર્ષે વધુ લોકો મોતને ભેટી રહ્યાઁ છે. વર્ષે દોઢ લોખ લોકો સામાન્ય કરતા વહેલા મૃત્યુ પામે છે. આ આંકડો 2005 માં 50 હજારનો હતો, જે હવે 2.75 લાખ પર પહોંચી ગયો છે.
આ રિપોર્ટ સેટેલાઈટના માધ્યમથી તૈયાર કરવામા આવેલો હતો. યુરોપિયન બેઝ સ્પેસ એજન્સી દ્વારા દક્ષિણ એશિયાના 18 શહેરોને સૌથી પ્રદૂષિત જાહેર કરાયા છે. જેમાં અમદાવાદ, બેંગલોર, ચેન્નાઈ, ચિત્તાગોંગ, ઢાકા, હૈદરબાદ, કરાંચી, કોલકાત્તા, મુંબઈ, પૂણેનો સમાવેશ થાય છે.
અમદાવાદનું પાણી પણ પ્રદૂષિત
બાર હજાર કરોડથી વધુનુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો તથા વહીવટી તંત્ર અવારનવાર મેગાસિટી અને સ્માર્ટ સિટીની દુહાઈ આપે છે.કડવી વાસ્તવિકતા એ છે કે,એક વર્ષમાં શહેરના ૪૮ વોર્ડમાંથી પાણીના પોલ્યુશન અંગેની ૩૩૧૩૯ ફરિયાદ મ્યુનિસિપલ વહીવટીતંત્રને મળી છે. પાણીમાં પોલ્યુશન આવવા અંગેની સૌથી વધુ ફરિયાદ ખાડીયામાંથી ૨૨૫૫, સરસપુરમાંથી ૨૦૨૭ ઉપરાંત નવાવાડજમાંથી ૧૮૧૦ તથા દાણીલીમડા વોર્ડમાંથી ૧૨૭૭ ફરિયાદ એક વર્ષ દરમિયાન તંત્રને મળી હતી. લિવેબલ સિટી જેવા સ્લોગન અપાય છે.પરંતુ શહેરીજનોને એક ટાઈમ પીવાનુ શુધ્ધ પાણી પણ વહીવટીતંત્ર કે સત્તાધારી પક્ષ આપી શકતા નથી. નોંધનીય છેકે દૂષિત પાણી કે તેનાથી થતા રોગચાળાને અટકાવવા મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને 3 જુલાઇ 2023 ના રોજ એક મહત્વનો ઓફીસ ઓર્ડર કર્યો હતો. જેમાં એએમસીના ઇજનેર અને હેલ્થ વિભાગના વોર્ડથી લઇને ઝોન, તેમજ પ્રોજેક્ટ અને તેનાથી ઉપરના ઉચ્ચ અધિકારીઓની કામગીરી તથા જવાબદારી નક્કી કરાઇ છે. પરંતુ ગંભીર બાબત એ છે કે રોગચાળાના સતત વધી રહેલા આંકડા કમિશ્નરના આદેશનુ પાલન થાય છે કે નહી એની સામે જ પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે