ઓક્ટોબર મહિનામાં લાગશે 2 ગ્રહણ, બદલાઈ જશે બધા સમીકરણ, દરેક રાશિઓમાં શરૂ થશે ઉથલ-પાથલ

Solar And Lunar Eclipse: એક મહિનામાં 2 ગ્રહણ લાગવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે. કેટલીક રાશિના જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે. 

ઓક્ટોબર મહિનામાં લાગશે 2 ગ્રહણ, બદલાઈ જશે બધા સમીકરણ, દરેક રાશિઓમાં શરૂ થશે ઉથલ-પાથલ

નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને વિશેષ ઘટક માનવામાં આવે છે. ઓક્ટોબર મહિનામાં 2 ગ્રહ લાગવા જઈ રહ્યાં છે. 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ અને 28 ઓક્ટોબરે ચંદ્ર ગ્રહણ લાગશે. એક મહિનામાં 2 ગ્રહણ હોવાને કારણે દરેક રાશિ પ્રભાવિત થશે. આવો જાણીએ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ લાગવાથી કેવી રહેશે રાશિઓની સ્થિતિ.....

મેષ રાશિઃ મન અશાંત રહેશે. આત્મસંયમ રાખો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. મનમાં નકારાત્મકતાના પ્રભાવથી બચો. ઘર-પરિવારમાં માંગલિક કાર્યો થઈ શકે છે. કારોબારમાં પ્રગતિ થશે. 

વૃષભ રાશિઃ મનમાં નિરાશા તથા અસંતોષ રહેશે. કારોબારમાં મુશ્કેલી આવી રહે છે. ખોટી ભાગદોડ રહેશે. ધનનું સંકટ આવી શકે છે. કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

મિથુન રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પરંતુ મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહી શકે છે. આત્મસંયમ રાખો. શૈક્ષણિક કાર્યોમાં સફળતા મળશે. ભાગદોડ વધુ રહેશે.

કર્ક રાશિઃ આત્મવિશ્વાસમાં વધારો થશે. વાણીમાં મધુરતા રહેશે. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. કોઈ બીજા સ્થાન પર જઈ શકો છો. પરિવારથી દૂર રહેવું પડી શકે છે. મિત્રોનો સહયોગ મળશે. 

સિંહ રાશિઃ વાણીના પ્રભાવમાં વધારો થશે. અટવાયેલા કામ પૂરા થશે. પરિવારની જવાબદારી વધી શકે છે. દાંપત્ય સુખમાં વધારો થશે. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 

કન્યા રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં થોડી મુશ્કેલી આવી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. 

તુલા રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ વધુ રહેશે. પારિવારિક જીવન સુખી રહેશે. ખોટા વાદ-વિવાદ અને ક્રોધથી બચવાનો પ્રયાસ કરો. શાસન-સત્તાનો સહયોગ મળશે. 

વૃશ્ચિક રાશિઃ મન અશાંત રહેશે. પોતાની ભાવનાઓને કાબુમાં રાખો. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારનો સાથ મળશે. કારોબારમાં વધારો થશે. આવક વધશે. 

ધન રાશિઃ આત્મવિશ્વાસમાં કમી રહેશે, પરંતુ મન પ્રસન્ન રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. શૈક્ષણિક કાર્યો માટે વિદેશ જઈ શકો છો. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. 

મકર રાશિઃ મન પરેશાન રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં સુધાર થશે. લાભની તક મળશે. મિત્રોનો સાથ મળશે. 

કુંભ રાશિઃ આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. વાતચીતમાં સંયમ રાખો. દાંપત્ય સુખમાં વધારો થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. 

મીન રાશિઃ આત્મવિશ્વાસ સારો રહેશે, પરંતુ મનમાં નકારાત્મકતાનો પ્રભાવ હોઈ શકે છે. આત્મસંયમ રાખો. ખોટા ક્રોધથી બચો. પરિવારના સ્વાસ્થ્યને લઈને સચેત રહો. ભાગદોડ વધુ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news