Shani and Budh: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ આવશે આમને-સામને, 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ

Shani and Budh Grah Effect: શનિ અને બુધ આમને-સામને આવવાના છે. બુધ-શનિ સપ્તમ દ્રષ્ટિથી આમને-સામને ભ્રમણ કરશે. જાણો કઈ રાશિઓને થશે જબરદસ્ત લાભ.

શનિ-બુધ

1/5
image

જ્યોતિષ જગતમાં ગ્રહોની ચાલનું વિશેષ મહત્વ છે. બુધ અને શનિ 18 સપ્ટેમ્બરથી એક બીજાની સામે ભ્રમણ કરશે. એટલે કે બુધ અને શનિ સાતમાં ભાવથી આમને-સામને ભ્રમણ કરશે. ગ્રહોની આવી ચાલ અને સ્થિતિની દરેક રાશિઓના જીવન પર અસર પડશે. ગ્રહોની આ સ્થિતિને કારણે ચાર રાશિના જાતકોને અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. જાણો 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ સપ્તમ ભાવથી એકબીજાથી વિપરીત ગતિ કરવાથી ક્યા જાતકોને લાભ મળશે. 

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે બુધ-શનિના એકબીજાના વિપરીત થવાથી સૌથી સારો સમય આવશે. તમે કરિયરમાં ઈચ્છા પ્રમાણે લક્ષ્ય હાસિલ કરશો. આ સમયમાં રોકાણ કરવાથી આર્થિક લાભ થશે. પરિવારની સાથે ક્વોલિટી સમય પસાર કરશો. ભાઈ-બહેનો તરફથી આવતી મુશ્કેલીમાં રાહત મળશે. સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી દૂર થશે. 

મિથુન રાશિ

3/5
image

એકબીજાથી વિપરીત બુધ-શનિ મિથુન રાશિના જાતકોને પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની તક આપશે. આ સમયમાં લેખન અને સાહિત્ય સાથે જોડાયેલા લોકોને શુભ ફળ પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. વર્તમાન નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મેળવી શકો છો. ઘણા ક્ષેત્રોમાં સફળતાની સંભાવનાઓ છે અને તમારા કરિયરને નવી ઊંચાઈઓ મળશે. 

વૃષભ રાશિ

4/5
image

વૃષભ રાશિના જાતકો માટે બુધ-શનિનું એકબીજાથી વિપરીત હોવું જીવનમાં સૌથી સારૂ પરિણામ આપશે. જાતકોની નોકરી માટે નવી તકનો યોગ બની રહ્યો છે. રોજગાર શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે. સંસાધનોમાં વધારો થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારની સંભાવના છે. પરિવારમાં શાંતિ રહેશે. 

તુલા રાશિ

5/5
image

તુલા રાશિ માટે તેની ઈચ્છાઓ પૂરી કરવાનો સમય હશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ છે અને તમને કરિયરમાં ઈચ્છિત સફળતા મળશે. તુલા રાશિના જાતકોનું ભાગ્ય દરેક સમયે સાથ આપશે અને મનોકામનાઓ પૂરી કરશે. હાથમાં આવેલા કાર્યો પૂરા કરી શકશો. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)