Sourav Ganguly: સૌરવ ગાંગુલીની એક ટ્વીટથી મચી ગયો ખળભળાટ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો

Sourav Ganguly: શુક્રવારે સાંજે સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કરી જેના કારણે તે અચાનક ચર્ચામાં આવી ગયા છે. સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જાગી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ચર્ચા થઈ રહી છે કે સૌરવ ગાંગુલી પોતાના કરિયરને લઈને મોટી ઘોષણા કરી શકે છે.

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની એક ટ્વીટથી મચી ગયો ખળભળાટ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો

Sourav Ganguly: ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંથી એક સૌરવ ગાંગુલી છે. શુક્રવારે સાંજે સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કરી જેના કારણે તે અચાનક ચર્ચામાં આવી ગયા છે. સૌરવ ગાંગુલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જાગી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને ચર્ચા થઈ રહી છે કે સૌરવ ગાંગુલી પોતાના કરિયરને લઈને મોટી ઘોષણા કરી શકે છે અથવા તો તેની બાયોપીકનું એલાન થઈ શકે છે. જોકે સૌરવ ગાંગુલીએ હજુ સુધી આ અંગે કોઈ જ સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો:

50 વર્ષીય સૌરવ ગાંગુલીએ શુક્રવારે એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેના ક્રિકેટ કરિયરની તસવીરોને મર્જ કરવામાં આવી છે. સાથે જ કેપ્શન પણ અલગ જ લખેલું છે જેના કારણે ટ્વીટર યુઝર્સે આ વિડીયો પર અટકળો કરવાનું શરૂ કરી ચુક્યા છે. કોઈનું કહેવું છે કે ક્રિકેટને લઈને સૌરવ ગાંગુલી મોટી ઘોષણા કરશે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે સૌરવ ગાંગુલી પોતાની બાયોપીકની ઘોષણા કરી શકે છે.

— Sourav Ganguly (@SGanguly99) July 7, 2023

સૌરવ ગાંગુલીની કારકિર્દી ક્રિકેટમાં શાનદાર રહી છે. તેણે 113 ટેસ્ટ અને 311 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે આ દરમિયાન તેને ટેસ્ટમાં બમણી સદી તેમજ 16 સેન્ચ્યુરી અને 35 હાફ સેન્ચ્યુરીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની બાયોપીકની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. તેવામાં જોવાનું રહ્યું કે સૌરવ ગાંગુલી હવે કઈ મોટી જાહેરાત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news