‘મારા તરફથી શાંતિનો એક નાનો પ્રયાસ હતો’: પાકિસ્તાની ચાહક આદિલ તાજ

આદિલે મીડિયા સાથે વાત કરતા તેના વિચાર જણાવતા કહ્યું હતું કે, ગત મેચમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઇને આ મારા તરફથી શાંતિનો એક નાનો પ્રયાસ હતા.

‘મારા તરફથી શાંતિનો એક નાનો પ્રયાસ હતો’: પાકિસ્તાની ચાહક આદિલ તાજ

નવી દિલ્હી: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ભારતનું રાષ્ટ્રગીત જન-ગણ-મન ગાનાર પાકિસ્તાની ફેંસ આદિલ તાજે બધાનું દિલ જીતી લીધુ હતું. તેનો વીડિયો ઘણો વાયર થયો છે. આદિલે મીડિયા સાથે વાત કરતા તેના વિચાર જણાવતા કહ્યું હતું કે, ગત મેચમાં ભારતનું રાષ્ટ્રગીત ગાઇને આ મારા તરફથી શાંતિનો એક નાનો પ્રયાસ હતા. તાજે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે બોલીવુડ મૂવીમાં પ્રથમ વખત ભારતનું રાષ્ટ્રગીત સાંભળ્યું હતું ત્યારે તેના રુવાડાં ઉભા થઇ ગયા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઇને તાજે કહ્યું હતું કે, ‘‘જે વખથે ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે મને અમારા દેશના પીએમ ઇમરાન ખાનની એક વાત આવી ગઇ હતી, તેમણે કહ્યું હતું કે જો ભારત એક પગલું આગળ વધશે તો આપણે બે પગલા આગળ વધીશું. આ મારા તરફથી શાંતિ, સમ્માન માટે એક નાનો પ્રયાસ હતો.’’

આદિલએ વધુમાં જણાવ્યું હતું કે, ‘‘કેટલાક ભારતીય ચાહકો મારી નજીક બેઠા હતા. જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું ત્યારે મે જોયું કે તેઓ તેના સમ્માન માટે ઉભા થઇ ગયા હતા. તેઓએ તાળીઓ વગાડી હતી. મેં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગાયું અને ભારતના રાષ્ટ્રગીત વાગવા પર તેને ગાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનના ચાહકોએ તેને સમ્માનપૂર્વક સાંભળ્યું હતું.’’

(આદિલે કહ્યું હતું કે, ‘‘રમત દેશોને જોડે છે. અમે ઇચ્છીએ છે કે બન્ને દેશો સાથે મેચ રમે. આનાથી બન્ને દેશો વચ્ચે શાંતિની સ્થાપના થશે.’’)

ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાવવાની સુપર-4 મેચ દરમિયાન તેની યોજનાને જણાવતા આદિલ તાજે કહ્યું હતું કે, તે બન્ને દેશના ધ્વજને સિવડાવી તેને મેચ દરમિયાન પહેવા માંગે છે. તેણે આ પણ કહ્યું કે આ મારી તરફથી વધુ એક સકારાત્મક સંદેશ હશે.

આદિલ બન્ને દેશોની વચ્ચે દ્વિતિય સીરીઝને ચાલુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને ભારત-પાકિત્સાતન વચ્ચે મેચ માટે એશિયા કપ અથવા વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામેન્ટની રાહ ન જોવી પડે. આદિલે વધુમાં જણાવ્યું હતું કે, ‘‘રમત દેશોને જોડે છે. અમે ઇચ્છીએ છે કે બન્ને દેશો સાથે મેચ રમે. આનાથી બન્ને દેશો વચ્ચે શાંતિની સ્થાપના થશે.’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news