ખેતરમાંથી મળેલી એક ચળકતી વસ્તુથી ગરીબ ખેડૂતનું નસીબ ચમક્યું, લોકોની લાગી લાઈન

જે ખેડૂત આખી જિંદગી હળ ખેડ્યા કરે, પરંતુ દુષ્કાળ અને ખરાબ હવામાનના ફટકા અને અન્ય કારણોસર નુકસાન થાય અને બે ટાઈમ જમવાનું પણ માંડ માંડ મળે.

ખેતરમાંથી મળેલી એક ચળકતી વસ્તુથી ગરીબ ખેડૂતનું નસીબ ચમક્યું, લોકોની લાગી લાઈન

પન્ના: જે ખેડૂત આખી જિંદગી હળ ખેડ્યા કરે, પરંતુ દુષ્કાળ અને ખરાબ હવામાનના ફટકા અને અન્ય કારણોસર નુકસાન થાય અને બે ટાઈમ જમવાનું પણ માંડ માંડ મળે. એવામાં જ્યારે ભગવાન તેને છપ્પર ફાડ કે આપે તો શું થાય. મધ્ય પ્રદેશમના પન્ના જિલ્લાના એક ગામમાં ખેતરમાં હળ ચલાવવા દરમિયાન ખેડૂતને માટીમાં કોઈ ચમકતી વસ્તુ દેખાઈ અને તે તેને ઘરે લઈ ગયો. ત્યારે તેને ખબર પડી કે આ તો હીરો છે. બજારમાં તેની કિંમત 30 લાખ આંકવામાં આવી. એટલે કે જે ખેડૂત પરિવાર ચલાવવા માટે પરસેવો પાડીને ખેતર ખેડી રહ્યો હતો તે હવે લખપતિ બની જશે. ખેડૂતને હીરો મળતા બાકીના ખેડૂતોમાં ખળભળાટ મચ્યો છે. 

આ ઘટના મધ્ર પ્રદેશના પન્ના જિલ્લાના સરકોહા ગામની છે. જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર આવેલા આ ગામમાં પ્રકાશ શર્મા નામના ખેડૂતનું ખેતર છે. શનિવારે તે ખેતરમાં કામ કરી રહ્યો હતો, આ દરમિયાન તેણે કઈંક ચમકતું જોયું. આ ચમકતી વસ્તુ લઈને તે ઘરે ગયો અને જોયું તો તે હીરો નીકળ્યો. હીરો ખનિજ વિભાગમાં બતાવવામાં આવ્યો. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ હીરો 12 કેરેટ 58 સેન્ટનો છે. તેની અંદાજે કિંમત 30 લાખ રૂપિયા આંકવામાં આવી છે. જિલ્લા ખનિજ અને હીરા અધિકારી સંતોષકુમારે જણાવ્યું કે જલદી આ હીરાની હરાજી કરવામાં આવશે. 11 ટકા રોયલ્ટી કાપીને બાકીના રૂપિયા ખેડૂતને આપવી દેવાશે કારણ કે હીરો ખેડૂતના પોતાના ખેતરમાંથી મળ્યો છે. 

લોકોને એવી આશા છે કે તેમના હાથમાં પણ હીરો આવશે
આ હીરો આટલો મોંઘો છે તે જાણીને ખેડૂત પ્રકાશ શર્મા પણ અચંબિત છે. ખેડૂતના ખેતરમાં હીરો મળવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકો આ હીરાને જોવા માટે લાઈન લગાવવા માંડ્યા. લોકો ખેડૂત પાસેથી જાણવા માંગતા હતાં કે આમ કેવી રીતે બન્યું. હીરો કેવી રીતે મળ્યો. લોકોમાં જિજ્ઞાસા છે કે તેમને પણ ખેતરમાંથી હીરો મળી જાય. 

હીરા માટે જાણીતુ છે પન્ના, કટનીમાં સોનાનો પહાડ
અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશનો પન્ના જિલ્લો એક એવી જગ્યા છે કે જ્યાંની ધરતી સોના અને હીરા કાઢે છે. અહીં હીરાની ખાણો છે. અહીંથી હીરા ખનન પ્રોજેક્ટ હેઠળ હીરા કાઢવામાં આવે છે. અનેક વિસ્તારોમાં ખનિજ વિભાગની મંજૂરીથી હીરા કઢાય છે. દેશભરથી હીરાની શોધમાં વેપારીઓ અહીં આવે છે. જ્યારે સામાન્ય લોકોના હાથમાં પણ ક્યારેક ક્યારેક લાગી જાય છે. મધ્ય પ્રદેશના કટનીમાં એક સોનાનો પહાડ છે. અહીં લોકો ચોરીછૂપે સોનાની શોધમાં લાગ્યા રહે છે. લગભગ દોઢ દાયકા પહેલા લોકોએ પહાડમાંથી મોટા પ્રમાણમાં સોનાની લૂંટની કોશિશ કરી હતી, ત્યારે પહાડની સુરક્ષા માટે સેના લગાવવી પડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news