ડીડીસીએએ અન્ડર-23 ક્રિકેટર અનુજ ડેઢા અને તેના ભાઈ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો

ડીડીસીએની પસંદગી સમિતિના અધ્યક્ષ અમિત ભંડારી પર હુમલો કરનારા અનુજ ડેઢા અને તેના ભાઈ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 
 

ડીડીસીએએ અન્ડર-23 ક્રિકેટર અનુજ ડેઢા અને તેના ભાઈ પર આજીવન પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હીઃ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર અમિત ભંડારી પર હુમલો કરવાના મામલામાં અન્ડર-23 ક્રિકેટર અનુજ ડેઢા અને તેના ભાઈ નરેશ પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ જણાવ્યું કે, પસંદગીકારો પર કેટલાક ખેલાડીઓને લેવા માટે દવાબ સંબંધી ફરિયાદોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય અનુજ ડેઢા અને નરેશ પર આજીવન પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

હજુ પોલીસ કસ્ટડીમાં છે અનુજ ડેઢા
અનુજ ડેઢાએ પ્રદેશની અન્ડર-23 ટીમમાં પસંદગી નહીં થવા પર ડીડીસીએની પસંદગી સમિતિના અધ્યક્ષ સાથે મારપીટ કરી હતી. ભંડારી પર સોમવારે અન્ડર-23ની ટ્રાયલ્સ દરમિયાન સેન્ટ સ્ટીફન્સ ગ્રાઉન્ડ પર ત્યારે હુમલો થયો, જ્યારે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની તૈયારી કરી રહેલી દિલ્હીની સીનિયર ટીમનો પ્રેક્ટિસ મેચ જોઈ રહ્યાં હતા. 

અનુજ ડેઢા અને તેના સાથીઓએ અમિત ભંડારી પર લોઢાની ચેન અને હોકી સ્ટીકથી હુમલો કર્યો હતો. અમિતના માથા અને શરીરના ઘણા ભાગમાં ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. આ વચ્ચે દિલ્હી પોલીસે ડેઢાની ધરપકડ કરી લીધી હતી. હજુ તે પોલીસ કસ્ટડીમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news